હિમાચલ: કેન્દ્રીય વિદ્યાલયમાં 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ,શાળા 12 જુલાઈ સુધી બંધ
- દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ
- કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ
- 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ
- શાળાને 12 જુલાઈ સુધી કરવામાં આવી બંધ
શિમલા :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે.હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં શાળાના બાળકો કોરોનાથી વધુ સંવેદનશીલ બની રહ્યા છે.રાજ્યના કુલ્લુ અને લાહૌલ-સ્પીતિમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.લાહૌલ-સ્પીતિમાં મંગળવારે એક શાળામાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે.અહીં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોનાના 36 કેસ નોંધાયા છે, જેમાં 30 વિદ્યાર્થીઓ અને છ શિક્ષકોનો સમાવેશ થાય છે.એકસાથે કોરોનાના 30થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે શાળાને 12 જુલાઈ સુધી બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા કોવિડ સર્વેલન્સ ઓફિસર ડૉ. રણજિત વૈદ્યએ જણાવ્યું હતું કે મંગળવારે લાહૌલ-સ્પીતિમાં 145 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 39 નમૂના પોઝિટિવ મળ્યા છે, જેનાથી સક્રિય કેસોની સંખ્યા 53 થઈ ગઈ છે.
અગાઉ કુલ્લુમાં પણ શાળાના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અહીંની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા ભુટ્ટીમાં પાંચ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.આ પહેલા ધોરણ 11ના પાંચ વિદ્યાર્થીઓ અને તે જ શાળાના એક શિક્ષક ચેપની ઝપેટમાં આવ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 37 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં પાંચ વિદ્યાર્થીઓના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં શાળા બંધ કરવામાં આવી નથી. મંગળવારે કુલ્લુમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા હતા.કુલ્લુમાં કોરોના દર્દીઓની સંખ્યા 30 થી વધીને 39 થઈ ગઈ છે.
કાંગડા જિલ્લામાં ફેબ્રુઆરી મહિના પછી એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 66 કેસ નોંધાયા છે.લાહોર-સ્પીતિમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.જે બાદ મંગળવારે શિમલામાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 91 થઈ ગઈ છે. આ ઉપરાંત સાત દર્દીઓ સાજા પણ થયા છે.આ સાથે જ ચંબા જિલ્લામાં 10 વર્ષના બાળક સહિત 19 નવા કેસ નોંધાયા છે.હમીરપુર 15, કિન્નોર 12 અને સિરમૌરમાં પણ 12 નવા કેસ સામે આવ્યા છે.