Site icon Revoi.in

હિમાચલની મિડ ડે મિલ વર્કરે પીએમ મોદીને લખ્યો પત્રઃ  દૈનિક વેતન પેઠે માત્ર 87 રુપિયા મળતા કહ્યું ‘આટલામાં તો ખાદ્યતેલ પણ નથી આવતું,

Social Share

 

શિમલાઃ દેશમાં દિવસેને દિવસે મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, પેટ્રોલ ડિઝલ હોય કે પછી ખાદ્ય તેલ દરેક વસ્તુઓના ભાવ સાતમાં આસમાને પહોંચતા જોઈ શકાય છે ત્યારે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના સંગડાહ પેટા વિભાગના સાંગના ગામની મધ્યાહ્ન ભોજન કાર્યકરએ પીએમ મોદીને પત્ર લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે આ પત્રમાં મિડ-ડે ભોજન કાર્યકર ઉર્મિલા રાવતે વડા પ્રધાનને કહ્યું હતું કે, તે છેલ્લા 16 વર્ષથી મધ્યાહન ભોજન યોજનામાં સેવા આપી રહી છે. જેના માટે તેમને દૈનિક વેતન પેઠ માત્ર 87 રૂપિયામાં આપવામાં આવે છે. વડા પ્રધાન તમે જ જણઆવો કે  આ મોંધવારીના યુગમાં કોઈ પણ તેના આખા પરિવારનું માત્ર 87 રૂપિયામાં પોલન પોષણ કઈ રીતે શકે જ્યારે, આ રકમથી બજારમાંથી તેલ પણ મળતું નથી.

આ સાથે જ તેમણે પત્રની એક નકલ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાનને પણ મોકલી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, તે બે દાયકાઓથી સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન કાર્યકર તરીકે ફરજ બજાવી રહી છે. તેને દિવસ દીઠ 87 રૂપિયા આપવામાં આવે છે. ઉર્મિલા રાવતે જણાવ્યું કે આ શાળામાં શિક્ષકનો પગાર 60 થી 70 હજાર રૂપિયાની વચ્ચે છે. તે જ સમયે, મધ્યાહન ભોજન કાર્યકરનું માનદ ફક્ત 2600 રૂપિયા છે. તે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી શાળામાં પોતાની સેવાઓ આપે છે.

આ સાથે જ આ પત્રમાં તે જણાવે છે કે બાળકોને પોષ્ટિક આહાર આપવાની જવાબદારી તેમના પર છે, ત્યારે આ પ્રકારના કામ કરતા કર્મીઓ માટે આર્થિક અસમાનતા જોવા મળે છે,એમડીએમ વર્કરોનું વેતન માસિક 15 હજાર રુપિકા કરવાની અપીલ કરી છે, અને આ પત્ર વાંચની પીએમ મોદીને આ દિશામાં ઠોક પગલું ભરવા જણાવ્યું  છે.