Site icon Revoi.in

હિમાચલ પ્રદેશઃ અનેક રાજ્યોને ઓક્સિજનની કરે છે મદદ, અહીં દૈનિક 115 ટન પ્રવાહી ઓક્સિજન અને 3500 સિલિન્ડર થાય છે તૈયાર

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર બની રહી છે, વધતા જતા દર્દીઓને લઈને ઓક્સિજન પાયાની જરુરીયાત બની છે, ત્યારે દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે ફાર્મા હબ હિમાચલ પ્રદેશ ફરી એકવાર દેશની મદદ માટે આગળ આવ્યું છે.

રાજ્યના ઓક્સિજન પ્લાન્ટ ઉદ્યોગોમાં દરરોજ 115 ટન પ્રવાહી ઓક્સિજન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે ઓક્સિજન ગેસના 3500 સિલિન્ડર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉત્પાદનમાંથી, પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપની આઇનોક્સ ગેસિસ, હાલની ઓક્સિજનની આવશ્યકતાને પહોંચી વળવા માટે હિમાચલ પ્રદેશને 15 ટન ઓક્સિજન પૂરુ પાડે છે.

આ સાથે જ બાકીનું બચેલું 100 ટન લિક્વિડ ઓક્સિજન કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માત્રા મુજબ હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ચંદીગઢની હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યું છે. સિલિન્ડર ઉત્પાદિત ઓક્સિજન ઉદ્યોગો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. હવે રાજ્ય સરકાર ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.

મુખ્ય સચિવ ઉદ્યોગ રામ સુભગસિંહે પહેલા વર્ક ફ્રોમ હોમના દિવસે ઓક્સિજન ઉત્પન્ન કરનારા લગભગ એક ડઝન ઉદ્યોગોના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મીટિંગ કરી હતી. બેઠકમાં, રામ સુભગે ઓક્સિજન ઉત્પાદકોને ઉત્પાદન વધારવા કહ્યું. કેટલીક ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ, જેમ કે આઇનોક્સ, હાઇટેક ઇન્ડસ્ટ્રીઝ, તેમના પ્લાન્ટના વિસ્તરણ વિશે વાત કરી હતી.

ઓક્સિજન ઉત્પાદનમાં સરકાર સંભવિત મદદ કરશે

જોકે તેમણે મેડિકલ ઓક્સિજન ઉપરાંત સસ્તી વીજળી અને જમીનના ઉત્પાદન પર જીએસટી રિફંડ માંગ્યું છે. રામ સુભગ સિહે કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગને ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવા તમામ સંભવિત રીતે મદદ કરશે. એસીએસ જણાવ્યું કે ઉદ્યોગ વિભાગ દરેક દિવસે ઓક્સિજનના ઉત્પાદન પર નજર રાખશે.

ઓક્સિજન સપ્લાય કરતા વખતે વાહનોની પોલીસ કરશે દેખરેખ

હિમાચલ પ્રદેશના જરૂરીયાતમંદોને ઓક્સિજન પહોંચાડવામાં પોલીસ પણ ફાળો હવે આપશે. કેન્દ્રીય ગૃહ સચિવની સૂચના બાદ પોલીસ હેડ કવાર્ટર દ્વારા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકને ઓક્સિજન સપ્લાય કરતા વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા બરોબર હોવા છતાં, પાડોશી રાજ્યોમાં ઓક્સિજનને લઈને થયેલા હાહાકાર વચ્ચે ઓક્સિજન ઉત્પાદક ઉદ્યોગો અને પરિવહન વાહનોની સલામતીની કાળજી લેવાની જરૂર છે.

 

સાહિન-