- હિમાચલપ્રદેશમાં 1લી મે સુધી લગાવેલ પાબંધિઓ 10 મે સુધી લંબાવાઈ,
- શૈક્ષણિક સંસ્થાનો રહેશે બંઘ
- લગ્નમાં માત્ર 20 લોકોને પરવાનગી
દિલ્હી- હિમાચલ પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોને 10 મે સુધી લંબાવી દેવામાં આવ્યા છે. વિતેલા દિવસને ગુરુવારે મળેલી બેઠકમાં આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડની પરિસ્થિતિનો સામનો કરવા માટે, દરેક જિલ્લાને 15-15 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ સાથે જ હિમાચલમાં શૈક્ષણિક સંસ્થાઓ 10 મે સુધી બંધ રહેશે. મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે આ સમગ્ર બાબતે જણાવ્યું હતુ કે, હમણાં શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બોલાવી ન શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા 1 મે સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્રવારે આ સંદર્ભમાં લેખિત ઓર્ડર જારી કરવામાં આવશએ. લગ્ન સમારોહમાં ફક્ત 20 લોકો હાજર રહેવાનો આદેશ અપાયો છે. હવે લગ્નોત્સવમાં ધામઘૂમ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે હવે ખાનગી હોસ્પિટલો પણ કોવિડ કેર માટે ઉપયોગમાં લેવામાં આવશે. શાંતાના વિવેકાનંદ ટ્રસ્ટ સહિત અન્ય ઘણી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકાથી વધુ બેડ કોવિડ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.પરપોલા આયુર્વેદિક કોલેજમાં બે માળ છે, જેમાં 200 બેડની ક્ષમતા હશે. . કોવિડ ડ્યુટીમાં પોસ્ટ તબીબોને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ સાથે જ સીએમ જયરામ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે ઓક્સિજન ઉપલબ્ધ છે, કેન્દ્રમાંથી ખાલી બી પ્રકારના સિલિન્ડરોની માંગ કરવામાં આવી છે. પાંચ હજાર ખાલી સિલિન્ડરની માંગ કરવામાં આવી છે.સીએમ જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યમાં રસીકરણ માટે1,200 કેન્દ્રો છે અને 1000 વધારવામાં આવશે. તો હજી સુધી લોકડાઉનનો કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સાહિન-