જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં થયેલી ટેલર કનૈયાલાલની ઘાતકી હત્યાને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે, પરંતુ અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાના નિવેદનને પગલે આ કેસ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજસ્થાનના કોટામાં કનૈયાલાલ હત્યાકાંડને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, આવો કોઈ કેસ અસમમાં થયો હોત તો માત્ર 10 મિનિટમાં જ હિસાબ બરાબર કરી દેવામાં આવી હોત. રાજસ્થાનના કોટામાં ઉમેદસિંહ સ્ટેડિયમમાં ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન સમાહોરમાં અસમના સીએમ સરમા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, માની લો કે ઉદેપુર જેવો કાંડ અસમમાં થયો હોત તો મીડિયામાં બીજી ન્યૂઝ આવતી કે, 10 મિનિટમાં હિસાબ બરાબર કરી દેવામાં આવ્યો છે.
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આડેહાથ લેતા સરમાએ કહ્યું હતું કે, અશોક ગહેલોત જેવા નેતા ખુરશીમાં બેઠા છે, રાહુલ જેવા નેતા છે જેમના કારણે જ આજે હિન્દુઓની આ દૂર્દશા થઈ છે. કોંગ્રેસ કહે છે કે, આર્ટીકલ 370 ના હટાવો, હંગામો થઈ જશે. પરંતુ 80 ટકા હિન્દુઓ છે તો આપને કોણ શું કરી શકશે. પરંતુ તેમને હિન્દુઓ ઉપર વિશ્વાસ નતી, બાબર તેમનો મિત્ર છે અને તેમનું કામ પણ બાબર જેવુ જ છે.
સીએમ ગહેલોત ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજસ્થાન હિન્દુઓની જન્મભૂમિ છે પરંતુ મુખ્યમંત્રી કહે છે કે, રાજસ્થાનને હિન્દુવાદી રાજ્ય નહીં બનવા દઉં. રાજસ્થાનમાં હજારો વર્ષોથી છે. જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે ત્યાં સુધી રાજસ્થાન હિન્દુવાદી રાજ્ય રહેશે. રાજસ્થાન હિન્દુઓની જન્મભૂમિ છે. કોંગ્રેસની મંજુરીથી રાજસ્થાનના લોકો હિન્દુ ન હતા બન્યાં.
તેમણે વધુમાં કહ્યું કે, હું લગભગ 22 વર્ષ કોંગ્રેસમાં રહ્યો છું, કોંગ્રેસ ચૂંટણી પહેલા કંઈને કંઈ વહેંચવાની સ્કીમ નિકાળે છે. જે બાદ ચૂંટણીના ખર્ચા નીકાળી લે છે. અન્નપૂર્ણા ફુડ પેકેટ ગરીબો માટે નથી, આ કોઈના ખિસ્સા ગરમ કરવા માટે છે, જો ગરીબો માટે જ અન્નપૂર્ણા પેકેટ નિકાળવા હતા તો પાંચ વર્ષ પહલા કેમ ના નિકાળ્યાં. કોરોનાકાળમાં લોકોને ખાદ્યસામગ્રીની સમસ્યા હતા ત્યારે કેમ ના નિકાળ્યા તેવા પણ સવાલો કર્યાં હતા.