Site icon Revoi.in

હિન્દી ભાષા રાષ્ટ્રીય એકતા અને સદ્ભાવનાના દોરને મજબૂત કરતી રહે: PM મોદી

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાનુભાવોએ હિન્દી દિવસની દેશની જનતાને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિન્દી દિવસના અવસર પર દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “મારા પરિવારના તમામ સભ્યોને હિન્દી દિવસની શુભકામનાઓ. હું ઈચ્છું છું કે હિન્દી ભાષા રાષ્ટ્રીય એકતા અને સદ્ભાવનાના દોરને મજબૂત કરતી રહે.”

ભારતમાં વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષા બોલવામાં આવે છે. જો કે, સમગ્ર દેશમાં સૌથી વધારે હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. જેમાં પડોશી દેશ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી છે. ગૃહમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે ભારત વિવિધ ભાષાઓનો દેશ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભાષાઓની વિવિધતાને એક કરતું નામ ‘હિન્દી’ છે. તેમણે કહ્યું કે હિન્દી લોકશાહી ભાષા રહી છે. તેણે વિવિધ ભારતીય ભાષાઓ અને બોલીઓ તેમજ ઘણી વૈશ્વિક ભાષાઓનો આદર કર્યો છે અને તેમના શબ્દભંડોળ, શબ્દો અને વ્યાકરણના નિયમો અપનાવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હિન્દી ભાષાએ સ્વતંત્રતા ચળવળના મુશ્કેલ દિવસોમાં દેશને એક કરવાનું અભૂતપૂર્વ કામ કર્યું. તેણે ઘણી ભાષાઓ અને બોલીઓમાં વિભાજિત દેશમાં એકતાની લાગણી સ્થાપિત કરી. સંદેશાવ્યવહારની ભાષા તરીકે હિન્દીએ દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીની સ્વતંત્રતાની લડાઈને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશમાં એક સાથે ‘સ્વરાજ’ અને ‘સ્વભાષા’ પ્રાપ્ત કરવાની ચળવળો ચાલી રહી છે. સ્વતંત્રતા ચળવળમાં અને આઝાદી પછી હિન્દીની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, બંધારણના નિર્માતાઓએ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી.