અસલી જીવનમાં ઘટેલી કેટલીક હૃદયદ્રાવક ઘટનાઓ પરથી બનેલી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ : આ લિસ્ટમાં સામેલ ફિલ્મો તમે જોઈ છે?
મુંબઈ: અજય દેવગણની હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ એક ક્રાઈમ થ્રિલર છે, અને તેનો પહેલો ભાગ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.
વાસ્તવિક જીવનમાં પણ આવી કેટલીય ઘટનાઓ બનતી હોય છે અને તેના પરથી ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવાનું ચલણ આજકાલ ઘણું વધ્યું છે. ત્યારે ચાલો તમને એવી ફિલ્મોની યાદી આપીએ કે જે ફિલ્મો આવી વાસ્તવિક જીવનની કોઈ ઘટનાથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હોય!
દિલ્હી ક્રાઈમ ભાગ 1-2 :
નેટફ્લિક્સની આ સિરીઝમાં શેફાલી શાહના અભિનયને સૌએ ખૂબ વખાણ્યો હતો. દિલ્હી ક્રાઈમ સિરીઝે પોતાના માટે ઘણી પ્રશંસા મેળવી હતી. વર્ષ 2020 માં એમીઝમાં ઉત્કૃષ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ મેળવનાર તે પહેલો ભારતીય શો પણ બન્યો હતો. આ સિરીઝનો આધાર ભારતમાં ચકચાર દિલ્હી ગેંગરેપની ઘટના હતી. આ હિચકારી ઘટનાએ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો. સાત એપિસોડની આ શ્રેણી નેટફ્લિક્સ પર 2019માં રિલીઝ કરવામાં આવી હતી. જયારે તેનો બીજો ભાગ 2022માં આવ્યો હતો, જે પણ એક હિચકારા હત્યાકાંડ પર આધારિત હતો.
હાઉસ ઓફ સિક્રેટ:
2018ની એક ગોઝારી ઘટના આજે પણ દિલ્હીવાસીઓની યાદમાં તાજી છે. દિલ્હીના બુરારીમાં, એક જ પરિવારના અગિયાર લોકો તેમના ઘરમાં જ મૃત્યુ પામેલાં મળી આવ્યા હતા. જેમાં દસ વ્યક્તિઓ ફાંસી પર લટકેલા મળી આવ્યા હતા, જ્યારે એકનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના શરૂઆતમાં સામૂહિક આત્મહત્યા લાગી રહી હતી, પણ તેની તપાસમાં ભયંકર પૃષ્ઠભૂમિ સામે આવી. હાઉસ ઓફ સિક્રેટ્સમાં કુટુંબના સભ્યનો કથિત અલૌકિક કબજો દર્શાવવામાં આવ્યો હતો, જેના કારણે તેના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું હતું.
મુંબઈ ડાયરીઝ 26/11 :એમેઝોન પ્રાઇમ સિરીઝ દ્વારા, 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલા પર આધારિત ઘટના પર બનેલી સિરીઝ રજૂ થઇ. આ સિરીઝમાં જ્યારે આતંકવાદીઓએ શહેરને હચમચાવી નાખ્યું હતું, ત્યારે બીજી તરફ તબીબી ફ્રન્ટલાઈન પર શું ચાલી રહ્યું હતું, તે ઘટનાઓને ઉજાગર કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઘાયલોની ઝડપથી વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા ડૉક્ટરો અને સ્ટાફ તરીકે તેઓ શું શું કરતાં હોય છે, તેનો ચિતાર આ સિરીઝમાં આપણને મળે છે. અભિનેત્રી કોંકણા સેન શર્મા અને મોહિત રૈના અભિનીત, શ્રેણી તાજ હોટેલ, ગેટવે ઓફ ઈન્ડિયા અને લિયોપોલ્ડ કાફે સહિતના સ્થળોને દર્શાવે છે.
બિહાઈન્ડ ક્લોઝ્ડ ડૉર: 2008ના ચકચારી આરુષિ મર્ડર કેસ પરથી આ ફિલ્મ બની છે. આ કેસમાં ઘણી વાતો કહેવામાં આવી છે અને કેટલીય બાબતો પર લોકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.નોઈડામાં એક કિશોરી અને એક ઘરઘાટી તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેમાં છોકરીના માતાપિતા મુખ્ય શંકાસ્પદ હતા. અને તેના કારણે તેમણે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.
નો વન કિલ્ડ જેસિકા:આ ફિલ્મ વિદ્યા બાલન અને રાની મુખર્જી ના પાત્રો સાથે ખુબ જ ચકચાર જગાવી ચૂકી હતી. જેમાં દિલ્હીની એક ક્લબમાં અચાનક ગોળી ચલાવવાથી મૃત્યુ પામેલી જેસિકાની બહેન તેની બહેનને ન્યાય અપાવવા માટે કેવી રીતે સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે, ટે દર્શાવવામાં આવ્યું છે.
રમણ રાઘવ 2.0 :1960ના દાયકાના મધ્યમાં રમણ રાઘવ તે સમયના સક્રિય ખસ્ત્રા (તે સમયે પાત્રા)નો સીરીયલ કિલર હતો. ઘણા લોકો દ્વારા તેને “જેક ધ રિપર ઓફ ઈન્ડિયા” તરીકે લેબલ કરવામાં આવ્યું હતું. તેણે ત્રણ વર્ષ સુધી એક પછી એક લોકોની હત્યા કરી. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, વિક્કી કૌશલ અને શોભિતા ધુલીપાલાને 8 એપિસોડમાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ પણ ચર્ચાએ ચઢી હતી.
(ફોટો: ફાઈલ)