Site icon Revoi.in

વિદેશમાં પણ હિન્દુ સંસ્કૃતિ -યુએઈ બાદ હવે બહરીનમાં બનશે ભવ્ય મંદિર,પીએમ મોદીએ ટ્વિટ કરીને માન્યો આભાર

Social Share

 

બહરીનમાં બનશે ભ્વય મંદિર

જમીન ફઆળવવા માટે પીએમ મોદીનો માન્યો આભાર

 

દિલ્હીઃ- ભારતની હિન્દુ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વખાણાઈ છે અને વિદેશી લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે જે ભારત માટે ગૌરવની વાત છે, આ સાથે જ ભારતમાંથી અનેક લોકો વિદેસમાં વસતા હોય છે ત્યારે વિદેશમાં પણ મંદિરનુ હોવું આવશ્યક છે, આ શ્રેણીમાં લંડન, યુએઈમાં તો મંદિરની સ્થાપના કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે બહરિનમાં પણ ભવ્ય મંદિર બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે.

આ બાબતે વિતેલા દિવસને મંગળવારના રોજ બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સલમાન બિન અમદ અલ ખલીફા સાથે વાતચીત કરવામાં આવી હતી,તેમણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા અને રાજકીય, વ્યાપાર, રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ જતાવ્યો હતો

આ સાથે જ આપણા પ્રધાનમંત્રી મોદીએ બહરીનમાં બનનારા સ્વામીનારાયણ મંદિર માટે જમીન ફાળવણી પર ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે બંને નેતાઓની ફોન પર વાતચીતમાં ભારત અને બહરીન ના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરાઈ.અહી મંદિર બનાવવાની જમીન ફાળવવા બદલ પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે ભારત અને બરહીન રાજદ્વારી સંબંધોની સ્થાપના વર્ષ 2021-2022માં સૂવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે.

પીએમ  નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન બહરીનમાં રહેતા ભારતીય લોકોનું  ધ્યાન રાખવાની સાથે તેની સામાજિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને પૂરી કરવા માટે બહરીનના નેતૃત્વનો આભાર માન્યો.આ સાથે જ સ્વામીનારાયણ મંદિર માટે જમીન ફાળવવા સહિત ભારતીય સમુદાયની જરૂરીયાતો પર ધ્યાન આપવા માટે પણ તેમનો આભાર માન્યો.