Site icon Revoi.in

આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં ‘હિન્દુ એકતા મહાકુંભ’ આજથી શરુ -સંઘના વડા મોહન ભાગવત મુખ્ય મહેમાન બનશે

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશ કે જેને સંતોની નગરી તરીકે ઓળખાય છે, અહીં ઘાર્મિક સ્થળોનો અદ્ઊુત નજારો છે જેમાં રામનગરી જેવી વિશેષતાઓ જોવા મળે છે ત્યારે હવે આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ખાતે હિંદુ એકતા મહાકુભંનું આયોજનનો આરંભ કરવામાં આવી રહ્યો છે,આ મહાકુંભમાં મુખ્ચય મહેમાન તરીકે સંઘના મડા મોહનભાગવતની ઉપસ્થિતિ જોવા મળશે.

આ પ્રસંગે તમામ હિદુંઓના વર્ગ અને જ્ઞાતિઓને એક મંચ પર લાવવાનું કાર્ય થશે જે હિંદુ એકતાને દર્શાવે છે,  આજના આ અવસર પર જેમાં અયોધ્યા, કાશી અને મથુરાના માહાત્મ્ય સહિત 12 વિષયોની સૌથી મોટી થીમ હિન્દુ એકતા રાખવામાં આવી છે. 

આજે મંદાકિનીના કિનારે સ્થિત ભગવાન શ્રી રામની નગરી ચિત્રકૂટમાં  “હિન્દુ એકતા મહાકુંભ”નું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાં તમામ હિંદુ ધર્મના મહાન વિદ્વાનો  જ્ઞાનિઓનો સમાવેશ થાય છે જેઓ આ મંચ પર એક થઈને જ્ઞાનના અમૃત શબ્દોથી જનતાને પોતાનું જ્ઞાન પિરસશે. દેશમાં સતત ઘટી રહેલી હિંદુઓની સંખ્યા અને મહાકુંભમાં તેના ઉકેલને ધ્યાનમાં લઈને પ્રસ્તાવ તૈયાર કરવાની યોજના છે.

હિંદુ મહાકુંભનું આ આયોજન  3 દિવસ માટે કરવામાં આવ્યું છે જે 14મી ડિસેમ્બરે ભવ્ય કલશ યાત્રા કર્યા બાદ મુખ્ય કાર્યક્રમ 15 અને 16મી ડિસેમ્બરે યોજાનારા છેએટલે કે આજે અને કાલ આ બે દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેશે.

મહત્વની વાત એ છએ કે આ હિંદુ મહાકુંભમાં પ્રખ્યાત મઠો, મંદિરો, અખાડાઓના ધર્મગુરુઓ, સંતો, મહાત્માઓ પણ આ હિંદુ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે.તેયારે આરેસએસના વડા મોહન ભાગવત પમ તેમાં હાજરી આપશે તેઓ મુખ્ય મહેમાન તરીકે જોવા મળશે, આ સાથે તુલસીપીઠાધીશ્વર જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય અધ્યક્ષતા કરતા જોવા મળશે,પદ્મ વિભૂષણ જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યની અધ્યક્ષતામાં હિન્દુ એકતા મહાકુંભનું આયોજન કરવામાં આવશે.