Site icon Revoi.in

શુદ્ધ પ્રસાદ મેળવવા માટે દેશના મંદિર પરિસરમાં હિંદુ દુકાનદારોએ ‘ઓમ પ્રમાણપત્ર’ લેવુઃ ધારાસભ્ય ટી.રાજાસિંહ

Social Share

પણજીઃ આજે સર્વત્રનું ચિત્ર જોતાં થુક જેહાદ, ગાયની ચરબીમાંથી બનાવેલા ઘી દ્વારા બનેલો પદાર્થ, માવો, પેંડા વગેરે પ્રસાદ તરીકે છડેચોક વિતરણ કરવામાં આવે છે. ભક્તો ભક્તિભાવથી ભગવાનને તે અર્પણ કરે છે. આ રીતે હિંદુઓની ધાર્મિક શ્રદ્ધા પર મોટો પ્રહાર છે. આજે અનેક તીર્થક્ષેત્રોના સ્થાન પર મોટા પ્રમાણમાં અહિંદુ દુકાનકારોની પ્રસાદની, પુજા-સામગ્રીની દુકાન હોય છે. તેમની પાસેનો પ્રસાદ અને સામગ્રી શુદ્ધ અને પવિત્ર હશે, એ અંગે કંઈ કહેવાય નહીં. બહારગામથી આવેલા ભક્તોને શુદ્ધ પ્રસાદ ક્યાંથી મળશે, તેની કોઈ જાણકારી હોતી નથી. તેથી હાલના સમયમાં માત્ર હિંદુ દુકાનદારોને પ્રસાદશુદ્ધિ માટેનું ઓમ પ્રમાણપત્ર વિતરિત કરવાનું ચાલુ કર્યું છે. હિંદુ દુકાનકારોને ઓમ પ્રમાણપત્ર વિનામૂલ્યે આપવામાં આવશે. દેશભરમાં મંદિર પરિસરમાં હિંદુ દુકાનદારોએ ઓમ પ્રમાણપત્ર અવશ્ય લેવુ, એવીં હું વિનંતી કરી રહ્યો છું, એવુ આહવાન તેલંગાણાના પ્રખર હિન્દુનેતા અને ધારાસભ્ય ટી.રાજાસિંહએ કહ્યું હતું. આમ તેમણે ગોવા ખાતે વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર અધિવેશન નિમિત્તે પણજી ખાતે ઝેટ સ્કવેર બેંકવેટ હોલમાં પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.

પત્રકાર પરિષદ માટે કાશી ખાતેની જ્ઞાનવાપી, મથુરા ખાતે શ્ર કૃષ્ણભૂમિ વગેરે પ્રમુખ હિંદુ મંદિરોના ખટલા લડનારા સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી વિષ્ણુશંકર જૈન, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદે અને ગૌમંતક મંદિર મહાસંઘના રાજ્ય સચિવ જયેશ થળી ઉપસ્થિત રહ્યાં હતા.

રમેશ શિંદેએ જણાવ્યું હતું કે, મુસ્લમાનોના આગ્રહને કારણે દેશમાં હલાલ સર્ટિફિકેટ સર્વે ઉત્પાદનો માટે અનિવાર્ય કરવામાં આવી રહ્યું છે. હિંદુઓને પણ હલાલ પ્રમાણિત ઉત્પાદનો લેવા પડે છે. તમિલનાડુના મંદિરોમાં હલાલ પ્રમાણિત પદાર્થો વેચાઈ રહ્યાં હતા. હિંદુઓના ધાર્મિક અધિકારો પર આ અતિક્રમણ છે. ભગવાનને અર્પણ કરવામાં આવતો પ્રસાદ શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ, ધર્માચરણ કરનારા હિંદુઓનો આ અધિકાર છે. હિંદુઓને શુદ્ધ અને સારા દરજ્જાનો પ્રસાદ મળવા માટે સ્વતંત્રતાવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યાદ્યક્ષ રણજીત સાવરકરના ઓમ પ્રતિષ્ઠાન વતી ઓમ પ્રમાણપત્ર ચાલુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ત્ર્યંબેશ્વર ખાતેના મંદિર પરિસરમાં 100 પ્રસાદ વિક્રેતાઓને ઓમ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે. તેમજ આ પ્રમાણપત્ર સમગ્ર દેશના મંદિર પરિસરના દુકાનદારો માટે ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.