અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ-શિખોએ પીએમ મોદી સાથે મુલાકાત લીધી
નવી દિલ્હીઃ અફઘાનિસ્તામાં અત્યાચારનો શિકાર બનીને ભારત આવેલા હિન્દુ અને શિખ સમુદાયના લોકોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. તેમણે ખરાબ સમયમાં ભારતીય મૂળના અફઘાની નાગરિકોની મદદ કરવા બદલ વડપ્રધાનનો આભાર માન્યો હતો. પ્રતિનિધિમંડળએ અફઘાનિસ્થાનમાં લઘુમતી લોકોના કલ્યાણ સુનિશ્ચિત કરવા અને તાલિબાનના શાસન બાદ શરણ આપવા માટે પીએમનો આભાર માન્યો હતો. આ દરમિયાન 2020માં તાલિબાન દ્વારા અપહરણ કરાયેલા અફઘાની નાગરિક નિદાનસિંહ સચદેવા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પીએમ મોદીની મુલાકાત લેનારાઓમાં ગુલજીતસિંહ, હરભજનસિંહ, ડો.રધુનાથ કોચર અફઘાની મૂળના ભારતીય વ્યવસાયી બંસરી લાલ અરેન્દ્રે સામેલ હતા. પીએમ મોદી ઉપર મંડળમાં સામેલ લોકોએ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન, મંદીપ સિંહ સોબતી ફાઉન્ડેશન અને પુનીત સિંહ ચંડોક ઈન્ડિયન વર્લ્ડ ફોર્મ સહિત અનેક ભારતીય સંગઠનને શુભકામના પાઠવી હતી. આ સંગઠનોએ અફઘાની નાગરિક નિદાન સચદેવાના પુનર્વાસ માટે કામગીરી કરી છે. અફઘાની શિખ-હિન્દુઓએ માંગણી કરી હતી કે, નાગરિકતા અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા પ્રદાન કરવામાં આવે, વીઝા, આવાસીય પરમિટ અને નિકાસ પરમિટ આપવી જોઈએ. અફઘાની લઘુમતી શરણાર્થિઓના પુનઃવસન માટે અપીલ કરી હતી. સરકારી નોકરીઓમાં અફઘાની હિન્દુ અને શિખોને નોકરીની છુટ આપવી જોઈએ.