Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો,ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી

Social Share

દિલ્હી:આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.ખાલિસ્તાન સમર્થકોએ મેલબર્નના અલ્બર્ટ પાર્ક સ્થિત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે.મેલબર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર આ ત્રીજો હુમલો છે.

ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.મેલબર્ન એ ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે.સોમવારે સવારે મંદિરના મેનેજમેન્ટને જાણવા મળ્યું કે,મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા હતા.

આ પહેલા 17 જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ વિક્ટોરિયાના કેરમ ડોન્સ સ્થિત શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કર્યો હતો.મંદિરમાં તોડફોડની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તમિલ હિન્દુ સમુદાયના ત્રણ દિવસના તહેવાર થાઈ પોંગલ પર ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા.