ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરને મળી ધમકી,ખાલિસ્તાનીના નારા લગાવવા કહ્યું
દિલ્હી:ઓસ્ટ્રેલિયાના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરને ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા, જેમાં મંદિરને 18 ફેબ્રુઆરીએ એટલે કે આજે મહાશિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવવી હોય તો ખાલિસ્તાની તરફી સમર્થક નારેબાજી કરવા જણાવ્યું હતું.શુક્રવારે મીડિયામાં આવેલા એક સમાચારમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને આ ધમકીનો ફોન આવ્યો હતો.
અગાઉ, ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ત્રણ હિન્દુ મંદિરોમાં “ખાલિસ્તાની સમર્થકો” દ્વારા કથિત રીતે ભારત વિરોધી ગ્રેફિટી બનાવીને તોડફોડ કરવામાં આવી હતી.અહેવાલ મુજબ,ગાયત્રી મંદિરના પ્રમુખ જય રામ અને ઉપપ્રમુખ ધર્મેશ પ્રસાદને શુક્રવારે અલગ-અલગ ફોન આવ્યા હતા. ફોન કરનારે પોતાની ઓળખ ‘ગુરુવદેશ સિંહ’ તરીકે કરી અને હિન્દુ સમુદાયને “ખાલિસ્તાન જનમત” ને સમર્થન આપવા કહ્યું.
અહેવાલમાં મંદિરના અધ્યક્ષને સિંહ તરફથી આપવામાં આવેલ ચેતવણીના સંદેશને ટાંકીને કહ્યું કે, “મારી પાસે ખાલિસ્તાન સંબંધિત સંદેશ છે…જો તમે મહાશિવરાત્રિ ઉજવવાનું વિચારી રહ્યા છો..તો પૂજારીને ખાલિસ્તાનને સમર્થન આપવા માટે અને કાર્યક્રમ દરમિયાન પાંચ વખત ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવા માટે કહેવું.