Site icon Revoi.in

પાકિસ્તાનમાં હિન્દુ વેપારીની જમીન બાબતે ગોળી મારીને હત્યા કરાઈ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં હિન્દુઓને નિશાન બનાવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક આવીજ ઘટના પ્રકાશમાં આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં, સોમવારે ઘોટકી જિલ્લાના ડહારકી શહેરથી બે કિલોમીટર દૂર રહેતા દહર સમુદાયના પ્રભાવશાળી તત્વો દ્વારા એક હિન્દુ વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ સમગ્ર બાબતે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને એક રિપોર્ટ પ્રાશીત કર્યો છે.જે પ્રમાણે ઘોટકી જિલ્લામાં જમીનના ટુકડાને લઈને સોમવારે વેપારી શૈતાન લાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.વિતગ પ્રમાણે શૈતાન લાલની જમીન પર એક કપાસની ફેક્ટરી અને લોટ મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક લોકોએ તેમના પર ગોળીબાર કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા,

આ બાબતે લાલના મિત્ર મુખી અનિલ કુમારને ફોન પર જણાવ્યું હતુ કે “અમે શરૂઆતમાં વિચાર્યું કે તે સમુદાયના આધ્યાત્મિક નેતા સેન સધારમ સાહેબનું સ્વાગત કરવા માટે હવાઈ ગોળીબાર કર્યો હશે પણ આ તો હત્યા કરી હતી

આ સાથે જ પહેલસા પણ શૈતાન લાલે ડરાવવાની ધમકીઓ આપતા તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો , થોડા મહિના પહેલા એક વાયરલ વીડિયોમાં શૈતાન લાલને એમ કહેતા સાઁભળવામાં આવ્યા હતાછે કે, “મને મારી નાખશે, મારી આંખો ફાડી નાખશે અને મારા હાથ અને પગ કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેઓ મને પાકિસ્તાન છોડવા માટે કહી રહ્યા છે. હું આ દેશનો છું અને હું અહીં મરવાનું પસંદ કરીશ પણ આત્મસમર્પણ નહીં કરું.” તેમણે કહ્યું હતું કે રસ્તાની બાજુની જમીન મારી છે અને હું તેને  શા માટે છોડી શકું. આમ આ પહેલાથી જ શૈતાનલાલને ધનકીઓ મળી રહી હતી પરિણામે હત્યારાઓ એ તેમના ઈરાદાને અંજામ આપીને તેમના પર ગોળી બાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા

,