Site icon Revoi.in

દુબઈમાં વસતા હિંદુઓને મળશે ખાસ ભેંટ -દશેરાના પર્વ પર ભવ્ય મંદિરનું થશે ઉદ્ધાટન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં હિંદુ ધર્મના અનેક મંદિરો આવેલા છે,જો કે હવે વિદેશમાં પણ હિંદુ ઘર્મના અનેક મંદિરો સ્થાપિત થઈ રહ્યા છે,એમ કહીએ તો ખોટૂ નથી કે જ્યારથી પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી આવ્યા છએ ત્યારથી વિદેશના મુસ્લિમ દેશો સાથેના સંબંધો પણ ભારતના સુધર્યા છે અને દુબઈ જેવા ઈસ્લામિક સ્ટેટ્સમાં હિંદુ ઘર્મનું મંદિર હોવું તે આ ખઆસ સંબંધોનો પુરાવો સાબિત થાય છે.

એટલે કે આ રામ નવમીના અવસર પર દુબઈમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને મોટી ભેટ મળવા જઈ રહી છે. દુબઈના જબેલ અલી વિસ્તારમાં દશેરાના એક દિવસ પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ ભવ્ય મંદિર ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે.મંદિરના નિર્માણમાં સફેદ આરસના પથ્થરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બેલ છત પર સ્થાપિત છે અને તે અરબી અને હિંદુ ભૌમિતિક ડિઝાઇન સાથે ડિઝાઇન કરવામાં આવી છે.1 લી સપ્ટેમ્બરને જ્યારે આ મંદિર ખોલવામાં આવ્યું ત્યારે આ મંદિરની ડિઝાઈનના દુનિયાભરમાં વલખાણ થયા હતા જો કે હવે સામંાન્ય નાગરિકો માટે આવતી કાલથી મંદિર ખુલવા જઈ રહ્યું છે.

જાણકારી પ્રમાણે આ  મંદિર સિંધી ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે, જે સંયુક્ત આરબ અમીરાતનું સૌથી જૂનું હિન્દુ મંદિર છે. આ મંદિરનો શિલાન્યાસ 2020માં કરવામાં આવ્યો હતો. તેના નિર્માણ સાથે, હિન્દુ લોકોનું એક સ્વપ્નું સાકાર થવા જઈ રહ્યું છે.

મંદિરને લગતી કેટલીક ખાસ વાતો