નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર લઘુમતી હિન્દુઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર પુંછ જિલ્લામાં મોડી રાતે કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારના મકાનો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમજ પીડિતોએ પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. જો કે, પથ્થર કોણે અને કેમ ફેંક્યાં હતા તે જાણી શકાયું ન હતું. જો કે, આ બનાવને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પથ્થરમારો કરનારા કટ્ટરપંથીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર થયાં બાદ અનેક લોકો રોજગાર માટે જમ્મુ-કાશ્મીર થઈ રહ્યાં છે. બીજી તરફ સુરક્ષા દળોએ કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે કવાયત શરૂ કરી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથીઓ હિન્દુઓ અને નોન કાશ્મિરીઓને નિશાન બનાવી રહ્યાં હોવાની ઘટના વધી છે. આતંકવાદીઓ હિન્દુઓ અને નોનકાશ્મીરને ટાર્ગેટ બનાવી રહ્યાં છે અને ગોળીમારીને તેમની હત્યાને અંજામ આપી રહ્યાં છે. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે પૂછમાં પણ કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારના મકાનો ઉપર પથ્થરમારો કર્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.