- હિન્દુસ્તાની ભાઉની થઈ ઘરપકડ
- વિદ્યાર્થીઓને પ્રદર્શન માટે ઉશ્કેરવાનો લાગ્યો હતો આરોપ
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી હિન્દુસ્તાની ભાઉ તરીકે જાણીતા વિકાસ ફાટક ચર્ચામાં હતા ત્યારે હવે મુંબઈ પોલીસ દ્વારા તેમની ઘરકપડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાની ભાઉ પર વિકેલા દિવસને સોમવારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘર પાસે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં સામેલ હોવાનો આરોપ લગાવોય છે.
હિન્દુસ્તાની ભાઉ પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે અને વિદ્યાર્થીઓના વિરોધ પાછળ હિન્દુસ્તાની ભાઉનો પણ હાથ છે તેવા આરોપ લગાવાયા છે. ભાઉ પર 10મા અને 12મા ધોરણની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માંગના વિરોધમાં વિદ્યાર્થીઓને સમપર્થન આપીને વિરોધ કરરવા બાબતે ઉશેક્રવાનો આરોપ લાગ્યો છે
ત્યારે હવે વિદ્યાર્થીઓને વિરોધ કરવા ઉશ્કેરવા બદલ પોલીસે વિકાસ ફાટકની ધરપકડ કરી છે. વાત જાણે એમ હતી કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સોમવારે 10મા અને 12માના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા રદ કરીને ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ કરી હતી. આવી સ્થિતિ વચ્ચે ફાટકે વિદ્યાર્થીઓને રસ્તા પર વિરોધ કરવા માટે ઉશ્કેર્યા હતા.
આ વિદ્યાર્થીઓએ મુંબઈના ધારાવી સ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના બંગલાનો ઘેરાવ કર્યો હતો. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.છેવટે ભાઉની ઘરકપડ કરવામાં આવી છે.