Site icon Revoi.in

હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરકઃ સીએમ ઉદ્ધવ ઠાકરે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેઓ સામે આવીને કહે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું, એટલું જ નહીં શિવસેનાનું નૈતૃત્વ કરવા પણ સમક્ષ ન હોવાનું કહેશે તો પદ ઉપરથી રાજીનામું આપી દઈશ. નારાજ ધારાસભ્યો કહેશે કે, હું સીએમ પદ માયે યોગ્ય નહીં હોવાનું કહશે તો રાજીનામું આપી દઈશ. હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરક છે. એટલું જ નહીં અમે બાલાસાહેબના વિચારોને આગળ લઈ જી રહ્યાં છીએ.

સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે પ્રજાને સંબોધતા કહ્યું કે, હું બીમાર હતો ત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી કામ કરતો અને લોકોને મળવાનો પ્રયાસ કરતો હતો. જનતાની મદદથી મને મુખ્યમંત્રી બનાવાયો છે. બાલાસાબેહના નિઘન બાદ શિવસેનાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકરી પરિસ્થિતિમાં 2019ની ચૂંટણી લડી હતી. આ બાલાસાહેબની શિવસેના છે, અમારા હિન્દુત્વમાં કોઈ ફેરફાર નથી. કોંગ્રેસ-એનસીપી મને સીએમ પદથી દૂર કરવાનું ઈચ્છે તો મને વાંધો નથી, હાલના પરિસ્થિતિમાં કમલનાથ અને શરદ પવારે મને સમર્થન આપ્યું છે. જો કે, મારા જ લોકો વિરોધ કરી રહ્યાં છે. મને સીએમ પદ મુદ્દે સીધી વાત કરવી હતી તેના માટે સુરત જવાની કોઈ જરૂર નથી. જો શિવસેનાના ધારાસભ્યો મને સીએમ તરીકે જોવા ન માંગતા હોય તો મને સામે આવીને કહેતો રાજીનામું આપી દઈશે. એટલું જ નહીં શિવસેનાના પ્રમુખ તરીકે રાજીનામુ આપવાનો કહેશે તો રાજીનામુ આપીશ. જો સીએમ પદ ઉપર અન્ય શિવસૈનિક બેસેતો મને ખુશી થશે.