ભરૂચ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઝઘડિયાની બેઠક પરથી મહેશ વસાવાએ પોતાના પિતાના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી લીધી લેતા પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે. બીટીપીનાં મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર મહેશે પોતાનું ફોર્મ પરત ખેંચીને પિતા છોટુ વસાવાને સમર્થન આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા બેઠક વર્ષોથી બીટીપીના છોટુ વસાવાનો ગઢ ગણાય છે. આ બેઠક પર ટિકિટ ક્યા પક્ષ સાથે ગઠબંધન કરવું તે અંગે વસાવા પરિવારમાં વિવાદ સર્જાયો હતો. અને છોટુ વસાવાનો પૂત્ર મહેશ વસાવાએ બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે તેના પિતાએ પૂત્ર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આમ ઝઘડિયા બેઠકમાં પર પિતા અને પૂત્ર સામ-સામે જંગે ચઢ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમના પુત્ર મહેશ વસાવાએ બીટીપી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આખરે મહેશ વસાવાએ આજે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી ઉમેદવારી નોંધાવી છે. હવે આ પારિવારિક ઝઘડામાં મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે.