Site icon Revoi.in

ઐતિહાસિક ક્ષણઃ સુપ્રીમ કોર્ટમાં પ્રથમવાર એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ લીધા શપથ

Social Share

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બન્યું છે કે, એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હોય. જેમાં 3 મહિલા ન્યાયમૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. મહિલા ન્યાય મૂર્તિમાં જસ્ટિસ નાગરત્ના પણ સામેલ છે. જેઓ વર્ષ 2027માં શેદના પ્રથમ હિલા ચીફ જસ્ટીસ બની શકે છે. આ ઉપરાં જસ્ટીસ પી.સી.નરસિમ્હાનો સમાવેશ થાય છે તેઓ સુપ્રીમમાં એપોઈન્ટ થયાં છે. તેઓ 2028માં ચીફ જસ્ટીસ બની શકે છે.