Site icon Revoi.in

ઐતિહાસિક નગરી વડનગરમાં હવે દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ ઊજવાશે, સરકાર કર્યો નિર્ણય

Social Share

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. વડનગરની પુરાતત્વીય સંસ્કૃતીને વૈશ્વીકસ્તરે ઊજાગર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિ વર્ષ ત્રણ દિવસ વડનગર ઉત્સવ આયોજીત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સના અંતિમ દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગત 18 મે થી મહાત્મા મંદિર ખાતે વડનગર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડનગરના પુરાતત્વીય શોધ અને તેના અર્થઘટન , નગરનો વારસો , વડનગરનો ઇતિહાસ ,બૌદ્ધ વારસો , જળ વ્યવસ્થાપન જેવા મુદ્દે ત્રણ દિવસ મંથન કરવામાં આવ્યું હતું. જો કે આજે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવેથી દર વર્ષે વડનગરમાં ત્રણ દિવસ વડનગર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં બે દિવસ તાનારીરી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે જયારે ત્રીજા દિવસે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પણ આયોજિત કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

ઉત્તર ગુજરાતમાં વડનગરને પુરાતન નગરી માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા વડનગરમાં આજે પણ ખોદકામ દરમિયાન પુરાતની અનેક અવશેષો મળી આવે છે. વડનગરનો ઈતિહાસ અનેરો છે, અને આ ઈતિહાસને ઊજાગર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્સે તાનારીરી મહોત્સવ ઊજવવામાં આવે છે. મહાત્મા મંદિર ખાતે પણ વડનગર  ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ગર વર્ષે  ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે.