દેશ ચરશે ઈતિહાસઃ 100 કરોડ વેક્સિનના ડોઝનું લક્ષ્યાંક થશે પ્રાપ્ત, કોરોના યોદ્ધાઓને ખાસ રીતે અપાશે સમ્માન
- રસીકરણ મામલે રચાશે આજે ઈતિહાસ
- 100 કરોડ ડોઝનું લક્ષાંયક થશે પ્રાત્પ
- કોરોના યોદ્ધાઓના સમ્માનમાં દેશની 100 ઘરોહર ત્રિરંગા પ્રકાશિત થશે
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ પગપેસારો કર્યો ત્યાર બાદ કોરોનાની સ્થિતિ વકરી હતી જો કે ઘીરે ઘીરે હવે કોરોનાના કેસો ઓછા પણ થઈ ચૂક્યા છે, આવી સ્થિતિમાં જો કોરોનાના કેસો ઘટવાનું મોટૂ કારણ જોઈએ તો નિષ્ણાંતો મુબજ તે વેક્સિન છે, વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયાના કારણે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો છે એમ કહીે તો ખોટૂ નથી.
દેશમાં રસીકરણ કાર્યક્રમ આ વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થયો હતો.ત્યારથી તે ઘીમે ઘીમે વેગ પકડતો જોવા મળ્યો, સૌથી મોટી વિશ્વની મહામારીના યુદ્ધમાં કોરોનામાં માત્ર 278 દિવસમાં રેકોર્ડ રસીકરણ કરીને દેશ હવે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે.
જો વિતેલા દિવસ બુધવાર સુધીની વાત કરવામાં આવે તો બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી, સો કરોડના આંકડા સુધી પહોંચવા માટે 22 લાખ 42 હજાર 64 વેક્સિનના ડોઝ માત્ર બાકી હતા, ઉલ્લેખનીય છે કે આટલું રસીકરણ તો એક દિવસમાં પૂર્ણ થઈ શકશે,કારણ કે દેશમાં 9 મહિના પાંચ દિવસમાં રેકોર્ડ રસીકરણ કરવામાં આવે છે
ભારત આજે 100 કરોડ રસીઓના લક્ષ્યાંકને પૂર્ણ કરશે. આ પ્રસંગે, સંસ્કૃતિ મંત્રાલયે કોરોના યોદ્ધાઓના સન્માનમાં ત્રિરંગાના ત્રણેય રંગોથી 100 વારસાગત સ્થળોને પ્રકાશિત કર્યા છે. તે જ સમયે, 100 કરોડ રસીકરણ ચિહ્ન પાર કરવાના ઉંબરે ઉભેલા દેશની સફળતા માટે, આરોગ્ય મંત્રાલય આજે એક ગીત અને ફિલ્મ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ 100 કરોડ રસી ડોઝ પૂર્ણ થયા બાદ દેશભરમાં 100 સુરક્ષિત મંદિરો અને સ્મારકોને તિરંગામાં પ્રકાશિત કરશે. તેની ટ્રાયલ બુધવારે કરવામાં આવી હતી. આઈએસએની આ યોજનાનો ઉદ્દેશ આરોગ્ય વ્યવસાયિકો, ફ્રન્ટલાઈન કામદારો, વૈજ્ઞાનિકો, રસી ઉત્પાદકો અને કોરોના સામે લડતા નાગરિકોને આદર આપવાનો છે.
આરોગ્ય મંત્રાલયે 100 કરોડ રસીકરણ ચિહ્ન પાર કર્યાની ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુરુવારે તેના વિશે એક ગીત અને ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ લોન્ચ કરશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આ લોન્ચિંગ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના લાલ કિલ્લા પર થશે.
રસીકરણની આ પ્રભાવશાળી ગતિ સાથે, કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધીમાં દેશની સમગ્ર પુખ્ત વસ્તીને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ વાત ભારતી પ્રવીણ પવારે, કેન્દ્રીય રાજ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવી હતી,ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના જન્મ દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદના દિવસોમાં પણ વેક્સિન મોટા પ્રમાણમાં આપવામાં આવી હતી,