Site icon Revoi.in

પોપકોર્ન પ્રથમ વખત જંગલી ઘાસમાંથી બનાવવામાં આવ્યું, તેનો ઇતિહાસ છે ખૂબ જ રસપ્રદ

Social Share

પોપકોર્ન દુનિયાના સૌથી શ્રેષ્ઠ નાસ્તાના વિકલ્પમાં સામેલ છે. મોટાભાગના લોકો સિનેમા દરમિયાન પોપકોર્ન ખાય છે. કારણ કે પોપકોર્ન સાથે મૂવી જોવાનો પોતાનો એક અલગ આનંદ છે. પોપકોર્ન મોટેભાગે સિનેમાઘરોમાં ખર્ચાળ જોવા મળે છે. તેમાં ઘણી જાતો છે.બટર અને ક્રિસ્પી પોપકોર્ન મીઠા પણ હોય છે અને નમકીન પણ હોય છે. આ સિવાય પોપકોર્ન માર્કેટમાં બંધ પેકેટમાં પણ મળી રહે છે

પોપકોર્નનો ઈતિહાસ

પોપકોર્નને 8,000 વર્ષ પહેલાં ટેઓસિન નામના જંગલી ઘાસમાંથી બનાવવામાં આવ્યું હતું. મકાઈની ખેતી મેક્સિકોમાં ઘરેલું પાક છે. જેનું પાછળથી વેપારીકરણ કરવામાં આવ્યું હતું. અને પોપકોર્ન બનાવવામાં આવી હતી. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે,ન્યુટ્રીશનના કારણે મકાઈના પોપકોર્ન બનાવવામાં આવ્યા છે. અને લોકોની વચ્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી. 2012 માં પોપકોર્નના પુરાવા પેરુમાં તેના ઇતિહાસ વિશે પુરાતત્વવિદો દ્વારા મળ્યાં હતાં.

1800 મી સદીમાં જોવા મળ્યા પોપકોર્ન

થોડા સમય પછી પોપકોર્નની લોકપ્રિયતા ખુબ જ દેખાઈ. અને સેન્ટ્રલ અમેરિકાથી ઉતર અમેરિકા સુધી તે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

ટૂંક સમયમાં કોર્નનો ધંધો શરૂ થયો. 1820 ના દાયકાની શરૂઆતમાં પોપકોર્ન અમેરિકાની સંસ્કૃતિનો એક ભાગ બન્યો. આ પછી એવું ક્યારેય બન્યું નથી કે, આ નાસ્તાથી લોકોને કોઈ નિરાશા મળી. શબ્દકોષમાં પણ પોપકોર્ન ઉમેરવામાં આવી હતી.

તે 1800 મી સદીમાં દરેક જગ્યાએ જોવા મળ્યું. જેમ કે, કાર્નિવલ, જનરલ સ્ટોર,સર્કસ અને અહિયાં સુધી કનસેશન સ્ટેન્ડ પર પણ મળવા લાગ્યા.

પોપકોર્નની લોકપ્રિયતા

પોપકોર્નનું લોકપ્રિય હોવાનું હજુ એક કારણ છે. સૌથી પહેલા કોમર્શિયલ પોપકોર્ન મશીન શિકાગોમાં ચાર્લ્સ કાર્ટર દ્વારા બનાવવામાં આવી હતી. આ મશીનને એટલા માટે બનાવવામાં આવ્યું હતું,જેથી લોકોની વચ્ચે પોપકોર્ન સરળતાથી મળી રહે. જ્યાં તેને ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. આને કારણે પોપકોર્નને સૌથી વધુ લોકપ્રિયતા મૂવી થિયેટરોની બહાર મળી. જ્યાં લોકો પોપકોર્નને મનોરંજન માટે શ્રેષ્ઠ નાસ્તા તરીકે માનતા હતા.તો, પોપકોર્નની મશીનથી લોકોમાં આ પ્રિય નાસ્તો સરળતાથી ઉપલબ્ધ થઈ ગયો.

પોપકોર્નની સુગંધ

પોપકોર્નની લોકપ્રિયતાનું બીજું કારણ તે હતું કે, તેની સુગંધ ખૂબ આકર્ષક હતી. આ પછી અમેરિકાના શેરબજાર દરમિયાન એટલે કે 1929 થી 1933 દરમિયાન તે સૌથી વધુ વેચાણ કરવામાં આવતો નાસ્તો બન્યો. અમેરિકા આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. એવામાં નાસ્તો સરળતાથી લોકોની વચ્ચે મળી શકતો હતો. થોડા સમય પછી થિયેટરમાં તેની ઉપલબ્ધતાથી નફો પણ થયો. અને ગ્લેન ડબલ્યુ ડિકસોને તેના ઘણા થિયેટરોમાં પોપકોર્ન મશીનો સ્થાપિત કર્યા.

ડાયટ કોન્સિયસ લોકો માટે હેલ્ધી નાસ્તો

1981 માં ટીવીની શોધ થયા બાદ, પોપકોર્નનો વપરાશ વધ્યો. તે બજારમાં બંધ પેકેટમાં મળવા લાગ્યું. અને લોકો તેને ઘરોમાં માઇક્રોવેવ ઓવનનો વપરાશ કરીને તેને બનાવવા લાગ્યા. આ ડાયટ કોન્સિયસ લોકો માટે હેલ્ધી નાસ્તો પણ છે. આજે પોપકોર્ન બજારમાં ઘણા સ્વાદમાં ઉપલબ્ધ છે. જેમાં બટર, પનીર અને કૈરામેલ ક્રિસ્પ વગેરેનો સમાવેશ થાય છે.

-દેવાંશી