1. Home
  2. ગુજરાતી
  3. હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત
હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત

હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જૂનાગઢમાં પૂરઝડપે પસાર થતી કારે મોટરસાઈકલને અડફેટે લેતા તેની ઉપર સવાર એક સગીર અને બે યુવાનોના કરૂણ મોત થયાં હતા. અકસ્માત બાદ કાર ચલાક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ નજીક સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બાટવાના પાજોદ નજીક રાતના સમયે 3 યુવાનો મોટરસાઈકલ પર પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન પૂરઝડપે આવેલી કારે મોટરસાઈકલને અડફેટે લીધી હતી. જેથી બાઈક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈને દૂર પટકાયાં હતા. અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમના મૃત્યુ થયાં હતા.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દૂર્ઘટનામાં ભરત મોરી (ઉંમર- 16, રહે. બાટવા), પરેશ રામ (ઉંમર-25, રહે. બાટવા) અને હરદાસભાઈ ઓડેદરા (ઉમર-30 રહે. માણાવદર)ના મૃત્યુ થવાનું જાણવા મળે છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યાં હતા.

અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા માટે કવયત શરૂ કરી હતી. પોલીસે બનાવ સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે. આ ઘટનામાં ત્રણ યુવાનોના એક સાથે મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પરિવારજનોએ કાર ચાલકને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code