અમદાવાદ- ભાવનગર હાઈવે પર હીટ એન્ડ રન, ટ્રકે 7 પદયાત્રિકોને કચડ્યા, 4નો મોત, 3ને ઈજા
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે પીપળી અને વટામણ વચ્ચે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત ઉપરાંત વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ભાવનગર હાઈવે પર સનેસ ગામ નજીક સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે ધસી આવેલા ટ્રકે ખોડિયાર મંદિરે જતાં પદયાત્રાળુઓને અડફેટે લેતા ચાર પદયાત્રાળુના મોત નિપજ્યા હતા.
અ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રકે સાત યાત્રાળુઓને કચડ્યા હતા. જેમાં ત્રણનાં મોત થયાં છે. જ્યારે ચારને ઈજા પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું. જેથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 4 થયો છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવથી વરસોલા ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે.
ભાવનગર- અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રકે યાત્રાળુઓના સંઘને અડફેટે લીધો હતો. સાત યાત્રાળુઓને કટડી નાખતાં ચાર યાત્રાળુના મોત થયાં છે. જ્યારે ત્રણને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો છે. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય બે યાત્રાળુઓનું મોત થયું છે. આ અંગે એક પદયાત્રિકે જણાવ્યું હતું કે, વરસોલા ગામથી સંઘ લઈને રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા ચાલીને આવી રહ્યા હતા. રવિવારે 6 દિવસ થયા હતા, ગણેશગઢથી આગળ પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે 7 થી 8 પદયાત્રિકોને અડફેટે લીધા હતા. પદયાત્રા સંઘમાં 40 સભ્યો હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસ બન્યો હતો. યાત્રાળુઓ માતાજીના દર્શનાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યે ભાવનગરના ટ્રક ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. જ્યારે બીજા ચાર ઈજાગ્રસ્ત થયા હતા. અનુસંધાને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકોનાં નામ વિજય ધીરુભાઈ ગઢવી, ( ઉ.વ.28) ધીરુભાઈ ગઢવી, (ઉ.વ.50) પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ, (ઉ.વ. 30) હોવાનું જાણવા મળ્યુ છે.