પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં હીટ એન્ડ રનના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અંબાજી જતા પદયાત્રીને કચડીને કોઈ અજાણ્યુ વાહન પલાયન થઈ ગયુ હતું. આ બનાવ બાદ અમીરગઢ નજીક હાઈવે પર એક્ટિવા સ્કૂટર પર જતા બે યુવાનોના કોઈ અજાણ્યા વાહની અડફેટે મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી ગયા હતા. આ બનાવમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ નજીક રાત્રિના સમયે એક્ટિવા સવાર બે યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બંને યુવકો અમીરગઢથી ધનપુરા પેટ્રોલ પંપ પર નોકરી જતા હતા તે સમયે રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવકો ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે બંને યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલી ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી.
બનાસકાંઠા જિલ્લાના અકસ્માત સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાતના સમયે હીટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે. અમીરગઢ નજીક નેશનલ હાઇવે ઉપર એક એક્ટિવ સવાર બે યુવકો રાત્રિ દરમિયાન નોકરી જતા હતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે ટક્કર મારી હતી. અને બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવવાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી બંને યુવકોના મૃતદેહ અમીરગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી હતી. મૃતકોના પરિવારજનો દોડી આવ્યા હતા. અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.