અમદાવાદઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. જેમાં ઈસ્કોન બ્રીજ પર એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને ઈસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલા 10 ફૂટથી વધુ દૂર ઊછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રન વિશે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતક મહિલા કોણ છે એ અંગે પણ પોલીસ તપાસ શરૂ છે. રાહદારીનો કહેવા મુજબ ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસી ટીવીને આધારે અજાણ્યા વાહનને શોધવાની તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે થોડા મહિના અગાઉ જ રાત્રે 12:30 વાગે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં i20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે અકસ્માત બાદ i20 કારમાં બેઠેલા લોકો ફરાર થઈ ગયા હતા.