Site icon Revoi.in

પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બે રાહદારીના મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં બે રાહદારીના મોત નિપજ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને નાસી ગયેલા અજાણ્યા વાહનના ચાલકની શોધખોળ શરૂ કરી છે.

પાલનપુર- અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં વાહન ચાલક ટક્કર મારી વાહન લઇ ફરાર ત્યાંથી ફરાર થયો હતો. છાપી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપીના ભરકાવાડા પાટીયા પાસે  અજાણ્યા વાહને બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જેમાં ભરકાવડા પાટીયા પાસે બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક પૂરઝડપે આવી રહેલા વાહને બંને રાહદારીઓને ટક્કર મારી હતી, જેના કારણે બંને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે તેમના મોત નિપજ્યા હતા.વાહન ચાલક બંને રાહદારીઓને ટક્કર માર્યા બાદ પોતાનું વાહન લઇને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસની જાણ કરતા છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી જઈને બંને રાહદારીઓના મૃતદેહ કબ્જે લઇ તેમને પીએમ અર્થ ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને  છાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.