1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત
પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત

પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત

0
Social Share

પાલનપુરઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં હીટ એન્ડ રનના બનાવો પણ વધતા જાય છે. જેમાં પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. રાત્રિના સમયે  કોઈ અજાણ્યા વાહને પદયાત્રીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતુ.. પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને અંબાજી જતાં હોય છે. ત્યારે રવિ કુમાર નામનો યુવક ડીસાથી અંબાજી પગપાળા જતો હતો. ચંડીસરથી કુસ્કલ માર્ગ પર રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવિ કુમારને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રવિકુમારે રાત્રીના 11:32ના સોશિયલ મીડિયામાં સ્ટેટસ પણ મુક્યુ હતું. જે બાદ પાલનપુર દેવપુરા ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા પિતરાઈ વિષ્ણુભાઈને ફોન કરીને કહ્યું હતું કે, સવારે ત્રણ વાગે હું પહોંચું ત્યારે પાણીની બોટલ લઈને આવજે, જોકે પરિવારને અકસ્માતની જાણ થતા તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહ કબજે લઈ પીએમ અર્થ ચંડીસર રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રવિ કુમારના પિતાએ ગઢ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અકસ્મતે મોતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાત્રે ચાલતા પદયાત્રિકોએ રેડિયમની પટ્ટી પોતાના વસ્ત્રો પર લગાવવી જોઈએ. તેથી દુરથી વાહનચાલકોને પદયાત્રિ હોવાની ખબર પડે. આ વખતે પોલીસ દ્વારા પણ દાંતા રોડ પર પદયાત્રિકોને રેડિયમ પટ્ટીનું વિતરણ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code