1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં હાઈવે પર ભુજોડી બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત
કચ્છમાં હાઈવે પર ભુજોડી બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત

કચ્છમાં હાઈવે પર ભુજોડી બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત

0
Social Share
  • હાઈવે પર રાતના સમયે અજાણ્યા વાહન બાઈકને ટક્કર મારીને પલાયન,
  • બે પિતરાઈ ભાઈના મોતથી પરિવારમાં આક્રંદ,
  • પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ આદરી

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો રોજબરોજ વધી રહ્યા છે.જેમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. માધાપરથી શેખીપીર જતાં હાઈવે પર ભજોડી ઓવરબ્રિજ પર રાતના સમયે પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યું વાહન બાઈકને મારીને પલાયન થઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં માધાપર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દાડી આવ્યો હતો. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી છે.

કચ્છમાં માધાપરથી શેખપીર જતા હાઇવે પર ભુજોડી ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રનના બનાવમાં ભુજનાં બે પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યા હતા.રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.  આ અંગે માધાપર પોલીસ સ્ટેશનના સૂત્રોના કહેવા મુજબ  રાત્રે ભુજ તાલુકાના ભુજોડી બ્રિજ ઉપર ભુજના એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓના અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજયા હતા. 47 વર્ષીય પપ્પુ રમજુ કોલી અને 45 વર્ષીય રમેશ વાલુભાઈ કોલીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતના બનાવના પગલે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ભુજોડી પુલ ઉપર બનેલી ઘટનામાં ભુજના સરપટ ગેટ પાસે રહેતા હતભાગી યુવાનો બાઈકથી દુધઈથી ભુજ પરત આવતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજા પામેલા બન્ને યુવકોને બેભાન હાલતમાં પરિવારજનો સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે લોકોના મોતના બનાવથી પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ ખાતે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી. માધાપર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code