Site icon Revoi.in

દિલ્હીમાં હિજબુલનો આતંકવાદી ઝડપાયો

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા અજન્સીઓએ આતંકવાદ અને નકસ્લવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે આ આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં અનેક હત્યાઓના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ આતંકી ઉપર રૂ. દસ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

 

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાંથી હિજબુલ મુઝાહીદ્દીનનો આતંકવાદી જાવેદ અહમદ મટ્ટુને ઝડપી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પમાં તાલીમ લઈને આવ્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદી જાવેદ અહમદ મટ્ટુ ઉત્તર કાશ્મીરના બારામુલાના સોપોરનો રહેવાસી છે અને વર્ષ 2009માં આતંકવાદી પ્રવૃતિમાં જોડાયો હતો. તેની ગણતરી હિઝબુલના ટોપ કમાન્ડોમાં થાય છે. હિઝબુલના મોટાભાગના કમાન્ડરોને સુરક્ષાદળોએ ઠાર માર્યાં છે. તેની ઉપર બે ટોપ કમાન્ડર બચ્યાં છે. જે પૈકી એક પાકિસ્તાન ભાગી ગયો હતો. જ્યારે જાવેદ ઘણા સમયથી વોન્ડેટ હતો. દિલ્હી પોલીસે આતંકવાદી જાવેદ મટ્ટુને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી છે. તેમજ તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. દિલ્હી પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવે તેવી શકયતા છે. સુરક્ષા એજન્સીઓએ હિજબુલના અન્ય આતંકવાદીઓને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.