Site icon Revoi.in

હૉકી ટીમની સેમી ફાઈનલમાં બેલ્ઝિયમ સામે હારઃ PM મોદીએ કહ્યું ‘જીત અને હાર જીવનનો એક ભાગ છે’

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલમ્પિક વર્ષ 2021 માં દેશને પુરુષ હૉકી ટીમ પાસેથી ઘણી આશાઓ હતી, જો કે ભારતીય પુરુષ હોકી ટીમને  ઓલિમ્પિકની સેમીફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે 2-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય પુરુષ હોકી ટીમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. જો કે આ ટીમ જે રીતે મેદાનમાં રમી હતી તે રીતે સમગ્ર દેશના દર્શકોના દીલ જીત્યા હતા.

ત્યારે હવે ભારતીય પુરુષ ટીમ  બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ હારથી ભારતીય પુરુષ હોકી ટીમ સાથે કરોડો ભારતીય રમત ચાહકોના દિલ તૂટી ગયા હતા જો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને પ્રોત્સાહિત કરતા ટ્વીટ કર્યું છે કે, જીત અને હાર જીવનનો ભાગ છે. અમારી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આમ પીએમ મોદીે હાર બાદ પણ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

જો કે આ હાર બાદ પીએમ મોદી એ એક ટ્વિટ કર્યું છે, અને ખેલાડીઓ માટે લખ્યું છે કે, “ જીત અને હાર જીવનનો ભાગ છે. અમારી ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલમ્પિક 2020 માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું . ભારતીય ટીમને આગલી મેચ અને ભવિષ્ય માટે શુભકામનાઓ. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. ત્રીજા ક્વાર્ટર સુધી બેલ્જિયમ સામે સ્કોર 2-2થી બરાબરી પર રહી  હતી. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમના જબરદસ્ત હુમલા માટે ભારતીય ટીમ પાસે કોઈ જવાબ નહોતો. બેલ્જિયમની જીતનો હીરો એલેક્ઝેન્ડ હેન્ડ્રિક્સ હતો, જેણે આ મેચમાં કુલ ત્રણ ગોલ કર્યા હતા”