Site icon Revoi.in

રામ નગરી અયોધ્યામાં પંચકોશી પરિક્રમા સાથે હોળીની શરૂઆત, જોવા મળ્યો હોળીનો ઉત્સાહ

Social Share

દિલ્હીઃ રામનગરી અયોધ્યામાં હોળી હોય દિવાળી હોય કે પછી રામનવમી હોય દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે મનાવાઈ છે ત્યારે હવે હોળીના 2 દિવસ બાકી છે  ત્યારે લોકોમાં અહી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરીમાં અવધની હોળીનો આરંભ થઈ ચૂક્યો  છે. રામની નગરીમાં અયોધ્યાનો સંત સમાજ રંગીન દેખાઈ રહ્યો છે. ઉત્સાહ અને ઉમંગ સાથે અબીર અને ગુલાલ લગાવીને એકબીજાને મળી રહ્યા છે.

માહિતી પ્રમાણે સમગ્ર અયોધ્યામાં હોળીનો આરંભ થયેલો જૌોવા મળ્યો છે  દરેક મઠ મંદિરમાં ભક્તો અને ભગવાન એકબીજાને અબીર અને ગુલાલ ચઢાવીને હોળીની શરૂઆત કરી રહ્યા છે, પરંતુ સિદ્ધપીઠ હનુમાનગઢીમાંથી રંગભરી એકાદશીના દિવસે નાગા સાધુઓ અયોધ્યાની પંચકોસી પરિક્રમા કરે છે અને ત્યારબાદ દરેક મઠના મંદિરોમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેઓ નિશાની લઈને હોળીનું આમંત્રણ આપે છે.