Site icon Revoi.in

ઓડિશામાં હોળીનો રંગ ફીકો પડશે -રાજ્ય સરકારે જાહેર આયોજન પર લગાવ્યા પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાના કેસો હળવા થઈ રહ્યા છે ત્યા અનેક પ્રતિબંધો હળવા થી રહ્યા છે જો કે ઓડિશામાં આ બાબતોમાં થી રાહત મળી નથી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે  છેલ્લા 2 વર્ષની જેમ જ આ વખતે પણ ઓડિશામાં હોળીનો રંગ ફિક્કો રહેશે.

કોરોનાને ધ્યાનમાં રાખીને, સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ હોળીની ઉજવણી અને વિવિધ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે સરકારે માર્ચ મહિનામાં અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં જાહેર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડાને જોતા કોરોના પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી રહી છે.

રાજ્યની નવીન પટનાયકની આગેવાની હેઠળની ઓડિશા સરકારે માર્ચ માટે  નવી કોરોના માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આ  નિયમો 1 માર્ચના રોજ સવારે 5 વાગ્યાથી 31 માર્ચની સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

મહાશિવરાત્રી, હોળી, ડોલાપૂર્ણિમા અંગે મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સત્તાવાળાઓ કોરોનાના પ્રોટોકોલનું યોગ્ય પાલન કરવાનું રહેશે,

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે હોળી અને તેને સંબંધિત કાર્યક્રમો રાજ્યભરમાં જાહેર સ્થળોએ ઉજવવામાં આવશે નહીં. લોકો તેમના પરિવારના સભ્યો સાથે તેમના ઘરમાં હોળીની ઉજવણી કરી શકે છે. રસ્તા સહિત કોઈપણ જાહેર સ્થળે હોળી રમાશે નહીં.

ઉલ્લેખનીય છે કે પરંપરા  રીતે  ડોલા પૂર્ણિમાના સમયે, લોકો પૂજા માટે રાધા અને કૃષ્ણની મૂર્તિઓને લઈને શોભાયાત્રા કાઢે છે, ત્યારબાદ હોળી ઉજવવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ડોલા પૂર્ણિમાને લઈને આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્કનો ઉપયોગ અને હાથ ધોવા જેવા નિયમોનું પાલન કરવું પડશે. સરકારે આ સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓને મંજૂરી આપી છે, પરંતુ કોરોના પ્રોટોકોલનું કડકપણે પાલન કરવું પડશે.