મુંબઈઃ- હોલિવૂડ ફિલ્મ હવે ઈન્ડિયન દર્શકો ખૂબ જ પસંદ કરતા થયા છે.ત્યારે તાજેતરમાં ડોમ ક્રૃઝની મિશન ઈમ્પોશિબલ 7 રિલીઝ થી જેને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો ત્યારે બાદ હેવ ઓપનહાઈમર ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી રહી છે.
શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થયેલી ‘ઓપનહાઈમર’ ભારતમાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ક્રિસ્ટોફર નોલાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે વીકેન્ડ પર ભારતમાં 50 કરોડથી વધુની કમાણી કરી છે.આ સહીત જો વૈશ્વિક બોક્સ ઓફિસના આંકડાઓ ઉલટૂં ભારતમાં બાર્બી કરતા ઓપેનહેઇમર વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
‘ઓપનહેઇમર’આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ શાનદાર બિઝનેસ કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 14.5 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે શનિવારે ફિલ્મનું કલેક્શન 17.25 કરોડ રૂપિયા રહ્યું હતું. તે જ સમયે, ‘ઓપેનહાઇમર’ની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારની કમાણીના આંકડા ઓ પણ ગીમ મચાવી છે.
એક રિપોર્ટ પ્રમાણે ઓપનહાઈમર ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. રિલીઝના ત્રીજા દિવસે પણ તેણે 17.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ભારતમાં ‘ઓપનહેઇમર’ની કુલ કમાણી 49 કરોડ થઈ ગઈ છે.
જો આફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો ‘ઓપનહેઇમર’ એ વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલ જીવનચરિત્રાત્મક ફિલ્મ છે આ ફિલ્મ રોમાંચક બાયોગ્રાફી ડ્રામા છે, જે અમેરિકાના ભૌતિક વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપનહાઈમરના જીવનમાં ઝાંખવાની તક આપે છે. ઓપનહાઈમરને પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં ઓપનહાઈમરના વડપણ હેઠળ અમેરિકી સૈન્યએ ટ્રિનિટી કોડના નામે કરેલા દુનિયા પહેલા પરમાણુ પરીક્ષણની કહાણી દર્શાવે છે.