Site icon Revoi.in

હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડર મેન’ ભારતીયોની પસંદ બની – માત્ર ત્રણ દિવસમાં બમ્મપર કમાણી કરનારી ફિલ્મ બની

Social Share

મુંબઈઃ- હોલીવુડની ફિલ્મ ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરતી જોવા મળી છે, ફિલ્નમ ભલે હોવિલબડની હોય પરતંુ ભારતીય દર્શકો પણ તેને મળી રહ્યા છે, નાનાથી લઈને મોટા દરેક લોલો આ ફિલ્નમ જોવા આઈતુર બન્યા છે.

ત્યારે હવે આજે  સન્ડે હોવાથી આ ફિલ્મને વિકેન્ડનો પણ લાભ મળશે તે અલગ, સ્પાઈડર મેને રિલીઝ થતાની સાથે જ આ વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મોને પણ પાછળ પછાડી દીધી છે. ‘સ્પાઈડર મેન’ને પહેલા દિવસે જ પ્રેક્ષકો તરફથી જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો હતો, તેના પરથી માનવામાં આવતું હતું કે તેની રફ્તાર આગળ પણ તેજ જોવા મળશે, શનિવારે પણ ફિલ્મે નિરાશ ન કર્યો. એવો અંદાજ છે કે તે રવિવારે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

‘સ્પાઈડર મેન’નું કલેક્શન ભલે જબરદસ્ત રહ્યું હોય પરંતુ તે હોલીવુડની બ્લોકબસ્ટર ‘એન્ડગેમ’ અને ‘ઈન્ફિનિટી વોર’થી  પાછળ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ‘સ્પાઈડર મેન’ કુલ ચાર ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. જેને તમામા ભાષોઓના દર્શકો મળી રહ્યા છે.

હિન્દીભાષી પ્રદેશોમાં ફિલ્મનું પ્રદર્શન અદ્ભુત જોવા મળ્યું છે, પરંતુ દક્ષિણમાં, તેની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનું એક મોટું કારણ એ છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ પણ રિલીઝ થઈ ગઈ છે. ‘પુષ્પા’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

‘સ્પાઈડર મેન’એ ગુરુવારે 32.67 કરોડ અને શુક્રવારે 20.37 કરોડનું કલેક્શન કર્યું હતું. વેબસાઈટ બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, શનિવારે તેણે 26 કરોડની કમાણી કરી છે. આ રીતે ફિલ્મે 3 દિવસમાં 79 કરોડનું કલેક્શન કર્યું છે. કોરોના મહામારી બાદ રિલીઝ થયેલી 3 દિવસની ફિલ્મોના કમાણીના આંકડામાં ‘સ્પાઈડર મેન’એ બધાને પાછળ છોડી દીધા છે. તેમાં અક્ષય કુમારની સૂર્યવંશી પણ સામેલ છે.ત્યારે આજે રવિવાર પુરો થવાની સાથે આવતી કાલના કલેક્શનમાં મોટો વધારો જોવા મળે તે નવાઈની વાત નહી હોય.