Site icon Revoi.in

હવે ગૂગલ મેપમાં ઘર અને દુકાનનું ડિજિટલ એડ્રેસ બનાવી શકાશે

Social Share

મિત્રો અને પરિવારજનોને પોતાની લોકેશન આપવા માટે આપણે WhatsApp અથવા Google મેપથી લોકેશન શેર કરીએ છીએ,જે આસપાસનું લોકેશન જણાવે છે. પણ હવે આવું નહીં થાય.ખરેખર, ગૂગલ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે,કંપનીએ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચરનું નામ પ્લસ કોડ છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના ઘરનું ડિજિટલ એડ્રેસ બનાવી શકશે.આની મદદથી કોઈપણ તમારા ચોક્કસ લોકેશન સુધી પહોંચી શકશે.

એવું કહી શકાય છે કે,ગૂગલ એડ્રેસને ડિજિટલ કોડ નંબરમાં કન્વર્ટ કરશે.આ ફિઝીકલ એડ્રેસથી સંપૂર્ણપણે અલગ હશે.સાથે આ એડ્રેસ એટલું અસરકારક સાબિત થશે કે,દુનિયાના કોઈપણ ખૂણેથી તમારા એડ્રેસ સુધી પહોંચી શકાશે. આ સાથે કોઈપણ વ્યક્તિ તમારા ચોક્કસ લોકેશન પર પહોંચી શકશે. તે હાલના પિન કોડની જેમ કામ કરશે.

ગોપનીયતા પણ જળવાઈ રહેશે

આ ડિજિટલ એડ્રેસનો સૌથી મોટો ફાયદો એ છે કે,આ એડ્રેસમાં લોકોના નામ, વિસ્તાર અને ઘર નંબર વગેરેની જરૂર નથી. આ ડિજિટલ એડ્રેસ અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે, જેને આપણે અક્ષાંશ અને રેખાંશ રેખાઓ તરીકે પણ જાણીએ છીએ. પ્લસ કોડ નાના વેપારીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ડિજિટલ એડ્રેસમાં શું અલગ હશે

ડિજિટલ એડ્રેસ કોડ જનરેટ કરવા માટે દેશના દરેક ઘરને વ્યક્તિગત રીતે ઓળખવામાં આવશે અને એડ્રેસ જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સ સાથે લિંક કરવામાં આવશે.આની મદદથી દરેક વ્યક્તિનું એડ્રેસ હંમેશા રસ્તા અથવા વિસ્તાર દ્વારા નહીં પરંતુ સંખ્યાઓ અને અક્ષરો ધરાવતા કોડ દ્વારા ઓળખી શકાય છે. આ કોડ કાયમી કોડ હશે.

હાલમાં આપણે લોકેશન માટે Google Maps અને WhatsAppનો ઉપયોગ કરીએ છીએ, જે એક સરળ પ્રક્રિયા છે.આ લોકેશનમાં બે પ્રકારના ઓપ્શન છે, જેમાંથી એક સ્ટાન્ડર્ડ છે અને બીજો લાઈવ લોકેશનનો વિકલ્પ છે.લાઈવ લોકેશન તમારા ફોનના લોકેશન પર આધાર રાખે છે, જે એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ લોકેશનમાં આવી સુવિધા હોતી નથી.