ઘરમાં ઉગાડેલા છોડ સુકાઈ જાય છે? તો આ રીતે કરો તેની માવજત
દરેક લોકો જ્યારે ઘરમાં ફૂલ કે છોડ વાવે છે ત્યારે તેમના મનમાં એક જ વિચાર હોય છે કે તેઓ ઘરની શોભા અને સુંદરતામાં વધારો કરવા માંગતા હોય છે. પણ ક્યારેક એવું પણ જોવા મળી જાય છે કે કેટલાક ઘરોમાં છોડના કુંડા ખાલી અને મુરઝાએલા પણ જોવા મળતા હોય છે. પણ હવે આ સમસ્યાને સામાન્ય રીતે પણ દુર કરી શકાય છે.
માટી કેવી રીતે બદલશો એ પણ એક જરૂરી બાબત છે. માટી બદલવા માટે સૌ પ્રથમ માટીને ખોદી લો. આમ કરવાથી છોડને કોઇ નુકસાન નહીં થાય, પરંતુ તમે માટીને ડાયરેક્ટ વજન આપીને બહાર કાઢશો તો છોડને નુકસાન થઇ શકે છે. ગાર્ડનિંગ સોલ વેબસાઇટ અનુસાર છોડની માટી બદલવાનો સૌથી સારો સમય વસંત ઋતુ માનવામાં આવે છે. આ વાતાવરણમાં માટી બદલવાથી છોડનો ગ્રોથ સારો થાય છે.
આ ઉપરાંત અંદરની જૂની માટી કાઢી લો અને પછી નવી માટી ધીરે-ધીરે નાખતા જાવો. આમ કરવાથી કુંડામાં નવી માટી પ્રોપર રીતે સેટ થઇ જશે. કુંડાની માટી ફૂલ છોડના સારા ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. પરંતુ આ માટીમાંથી થોડા સમયમાં પોષક તત્વો ઓછા થવા લાગે છે જેના કારણે ફૂલ છોડ સુકાઇ જાય છે. આ ફૂલ છોડના સારા ગ્રોથ માટે માટી સારી હોવી ખૂબ જરૂરી છે. માટીની ગુણવત્તા જ્યારે ઓછી થઇ જાય ત્યારે છોડ સુકવવાની શરૂઆત થઇ જાય છે. કુંડાની માટી અને ખાતરમાંથી મળતા પોષક તત્વો જ્યારે ઓછા થઇ જાય ત્યારે ફૂલ છોડને નુકસાન થાય છે. એવામાં સાચા સમય પર માટી બદલવી ખૂબ જરૂરી છે.