- ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાતે
- 30 અને 31 બે દિવસ કર્ણાટકની લેશે મુલાકાત
દિલ્હીઃ- ગૃહમંત્રી શાહ અને પીએમ મોદી અવાર નવાર દેશના અનેક રાજ્યો સાથે સીધો સપંર્ક કરે છએ અને દેરક રાજ્યોની મુલાકાત પણ લે છએ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 ડિસેમ્બરે કર્ણાટકની મુલાકાતે પહોચ્યા છે.
જાણકારી અનુસાર અમિત શાહ ગુરુવારે મોડી સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન તેઓ માંડ્યા, દેવનાહલ્લી અને બેંગલુરુમાં વિવિધ કાર્યક્રમો અને પાર્ટીની બેઠકોમાં હાજરી આપશે તેમ કહેવામાં આવી રહ્યું છે .
આ સાથે જ એરપોર્ટ પર મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું. રાજ્ય ભાજપા અધ્યક્ષ નલિન કુમાર કટિલ સહિત અનેક નેતાઓ એ શ્રી શાહનું હવાઈ મથકે સ્વાગત કર્યું હતું.
શ્રી શાહ આજે તુમકુરુમાં પ્રસિદ્ધ લિંગાયત ધાર્મિક સંસ્થા સિદ્ધગંગા મઠ ઉપર સ્વર્ગથ ડોક્ટર શિવકુમાર સ્વામીની એક સો પંદરમી જયંતિ સમારોહમાં ભાગ લેશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેઓ મુદ્દેનાહલ્લી માં સત્ય સાઈ ગ્રામમાં ચાર સો પથારીવાળી હોસ્પિટલનો શિલાન્યાશ કરશે તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ બાબતને લઈને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “કર્ણાટકની મારી બે દિવસીય મુલાકાતે બેંગલુરુ પહોંચી. આવતીકાલે એક જાહેર સભામાં માંડ્યાના લોકો સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. મંડ્યામાં ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને સાંજે બેંગલુરુ પરત ફરશે.” સહકારી સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે.