ગૃહમંત્રી અમિત શાહ આસામની મુલાકાતે, મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન સહીત આ કાર્યક્રમમાં લેશે ભાગ
- ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા આસામ
- મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનમાં લેશે ભાગ
- બોરડોવામાં જાહેર સભાને કરશે સંબોધિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ચૂંટણી રાજ્ય આસામના પ્રવાસે છે. આ સમય દરમિયાન તે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તેઓ પ્રથમ નગાંવના મહામૃત્યુંજય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે યોજાશે. ગૃહમંત્રી દિવસના 11 વાગ્યે નગાંવના બોરડોવા સત્રની મુલાકાત લેશે. આ પછી, તે બોરડોવામાં જ જાહેર સભાને સંબોધિત કરશે.
અમિત શાહનો આ ત્રીજો કાર્યક્રમ હશે. તો બપોરે 2 વાગ્યાથી શાહ કારબી આંગલોંગમાં યુનિટી, પીસ એન્ડ ડેવેલપમેંટ રેલી 2021 માં ભાગ લેશે.
આસામની કુલ 126 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સો કરતા વધારે બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા નિયમિત સમયાંતરે ચૂંટણી રાજ્ય આસામની મુલાકાત લેવામાં વ્યસ્ત છે. ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં મોટી જાહેર સભાને પણ સંબોધિત કરી ચુક્યા છે.
-દેવાંશી