- ગૃહમંત્રી આજથી 3 વિસ ગુજરાતની મુલાકાતે
- અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
અમદાવાદઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ એટલે કે શનિવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવનાર છે. આ સમય દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સહીત 12 જુલાઈએ તેઓ ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાજરી આપશે. ગૃહમંત્રી શનિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે, ગૃહમંત્રી શનિવારે રાત્રે અમદાવાદ પહોંચશે. તેના બીજા દિવસે, 11 જુલાઇનેૈ રવિવારના રોજ તેઓ શહેરના બોપલ વિસ્તારની મુલાકાત લેશે જ્યા તેઓ એક પુસ્તકાલય અને નાગરિક કેન્દ્રનું ઉદઘાટન કરશે.ઉલ્લેખનીય છે કે બોપલ શાહનો લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં આવે છે.
ગૃહમંત્રી શાહલ અમદાવાદ શહેરમાં અને આસપાસમાં પાણી વિતરણ પ્રોજેક્ટ, એક કમ્યુનિટી હોલ અને નાગરિક અધિકારીઓ દ્વારા બાંધવામાં આવેલ વોર્ડ કાર્યાલય સહીતની અન્ય પરિયોજનાઓનું ઓનલાઈન લોકાર્પણ કરશે.
આ સાથે જ અમિત શાહ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર ગણાતા સાણંદની પણ મુલાકાત લઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.તેઓ સાણંદ એપીએમસી, આંગણવાડી, રસ્તાઓ અને ‘સ્માર્ટ’ વર્ગખંડો જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો આરંભ કરશે અથવા શિલાન્યાસ કરશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 12 જુલાઈએ અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં વાર્ષિક રથયાત્રાનો પ્રારંભ થતાં પહેલાં ગૃહમંત્રી ‘મંગલ આરતી’માં ભાગ લેશે. જમાલપુર સ્થિત આ મંદિરથી આ રથયાત્રા નિકળે છે.
જાણવા મળતી વિગતો અનુસાર 72 હેકટરમાં ફેલાયેલા તળાવના સૌદર્ય કાર્યની શરૂઆત કરવા ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામની મુલાકાત લેશે. આ સ્થળેથી, તે મતદારક્ષેત્રમાં રૂ .26 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઓનલાઈન ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે.