Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે – ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરી

Social Share

 

દિલ્હીઃ- આજરોજ 30 જુનના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ  ઉદયપુરની મુલાકાતે છે. તેઓ ગાંધી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભાજપના મોટા નેતાની આ ત્રીજી મુલાકાત છે.

આજરોજ  ગૃહમંત્રી અમિત શાહનું પાર્ટીના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ દેશને સુરક્ષિત કર્યો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ નવ વર્ષમાં દેશને સુરક્ષિત કર્યો છે.

આ પહેલા ગુરુવારે જેપી નડ્ડા અને બુધવારે રાજનાથ સિંહ પણ રાજસ્થાનની મુલાકાતે આવ્યા છે બીજેપીની નજર હવે રાજસ્થાનની ચૂંટણી પર છે.જેને લઈને અત્યારથી જ બીજેપી નેતાઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે

ગૃહમંત્રી શાહે  ઉદયપુર શહેરના ચેતક સર્કલ સ્થિત ગાંધી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત આ જમાનામાં બિનજરૂરી રીતે અહીંચા અને ત્યાં ફર્યા રાખે છે. કોઈ તેમને આ મીટીંગનો વિડીયો મોકલો, તો તમને તેમની વાસ્તવિકતા ખબર પડી જશે.એટલું જ નહી શાહે 

કન્હૈયાલાલ મર્ડર કેસ પર પણ ગેહલોત સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે ગેહલોત સરકાર કન્હૈયાલાલના હત્યારાઓને પકડવા માંગતી નથી. NIAએ કન્હૈયાલાલના હત્યારાઓને પકડી લીધા છે.
વધુમાં અમિત શાહે કહ્યું કે ગેહલોત સરકાર રાજ્યમાં વોટબેંકની રાજનીતિ કરે છે.