ગૃહમંત્રી અમિત શાહે કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના કર્યા વખાણ – કહ્યું દક્ષિણની સંસ્કૃતિની ઝલક જોવા મળી
- ગૃહમંત્રી શાહે ફિલ્મ કાંતારાના કર્યા વખાણ
- કહ્યું દક્ષિણની સંસ્કૃતિ જાણવા મળી
મુંબઈઃ- કન્નડ ફિલ્મ કાંતારાએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી આ ફિલ્મને મોટા પ્રદાણમાં દર્શકો મળ્યા ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે ‘કંતારા’ના વખાણ કર્યા છે. અમિત શાહે કહ્યું છે કે તેમને દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ફિલ્મ ‘કંતારા’ જોયા પછી ખબર પડી. તાજેતરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે અમિત શાહે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે માનનીય અમિત શાહ ભીડને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેઓ એવું કહેતા જોવા મળ્યા કે તેમણે તાજેતરમાં ‘કંતારા’ જોઈ, ત્યાર બાદ તેમને દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે જાણકારી મળી.
‘કાંતારા’એ સમય સાથે જે સફળતા સર્જી છે તેનું આ ખરેખર એક મોટું ઉદાહરણ છે. કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને તુલુ સંસ્કરણોમાં પ્રેક્ષકોના હૃદય પર રાજ કર્યા પછી, ફિલ્મ હવે અંગ્રેજીમાં તેમજ OTT પર પણ ઉપલબ્ધ છે.
આ સાથે જ આ ફિલ્મે તાજેતરમાં 100 દિવસ પૂરા કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે જે તેની કલાકારો અને ટીમના સભ્યો દ્વારા ઉજવવામાં આવે છે જ્યાં કંટારાના લેખક, દિગ્દર્શક અને અભિનેતાએ ફિલ્મની પ્રિક્વલની જાહેરાત કરી હતી.