Site icon Revoi.in

ગૃમંત્રી અમિતશાહ એ પીએમ મોદીના કર્યા વખાણ – આઝાદ ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી ગણાવ્યા

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક મોર્ચે દેશના લોકો સાથે સંપર્કમાં રહીને દેશવાસીઓના પડખે ઊભા હોય છે તેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાં તી રહી છે, માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ પીએમ મોદીના ખૂબ વખામ થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંધારણીય પદના 20 વર્ષ પૂર્ણ થવા પર બુધવારે આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે તેમને સ્વતંત્ર ભારતના સૌથી સફળ વડાપ્રધાન ગણાવ્યા હતા.

અમિત શાહે મોદીના સંગઠનાત્મક કૌશલ્યના વખાણ કરવાની સાથે  સાથે દેશના આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ માટે લીધેલા મોટા પગલાઓને પણ ઐતિહાસિક ગણાવ્યા. તેમણે કહ્યું કે સાચો સુધારો પરિસ્થિતિને બદલવાનો છે, રસ્તા ને બદવાનો નહીં. વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિ બદલી નાખી છે.આમ કહીને તેમણે  પીએમ મોદીના કાર્યના પેટભરી વખાણ કર્યા હતા

ગૃહમંત્રીએ ડિલીવરી ડેમોક્રેસિીઃ સરકારના વડાના રુપમાં પ્રધાનમંત્રી મોદીના બે દાયકા વિષય પર રામભાઉ મ્હાલગી પ્રબોધિનીનાં નેજા હેઠળ આયોજિત ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું ‘ આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભારતના લોકો વડાપ્રધાન મોદીને સારી રીતે જાણે છે. તેમના  વિચારો, કાર્યો અને સિદ્ધિઓને ઓળખે પણ છે. ટૂંકા શબ્દ ‘ડિલિવરિંગ ડેમોક્રેસી’માં 75 વર્ષથી ભારતની જનતાની જે આશાઓ  હતી તે તેમણે સમાહિત કરી લીધી છે.

શાહે કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો અને આપણી બંધારણ સભાની રચના થઈ ત્યારે તેમણે બહુપક્ષીય લોકશાહી પ્રણાલીનો સ્વીકાર કર્યો. તે ન્યાયી નિર્ણય હતો. પરંતુ 1960ના દાયકાના અંતમાં અને વર્ષ 2014 સુધીમાં દેશની જનતાના મનમાં એક બહુ મોટો પ્રશ્ન આવ્યો કે શું આ બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકશે.ગૃહમંત્રીએ કહ્યું કે, આપણે આજે એક રાષ્ટ્ર તરીકે અહીં પહોંચ્યા છીએ. ભારે ધીરજ સાથે જનતાએ નિર્ણય આપ્યો અને 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન મોદીને દેશનું શાસન સોંપ્યું.