ગૃહમંત્રી અમિતશાહ આજે નાગાલેન્ડમાં ભરશે હુંકાર – ચૂંટણી સંબંધી રેલીને કરશે સંબોધિત
- ગૃમંત્રી શાહ આજે નાદાલેન્ડની મુલાકાતે
- ચૂંટણી સંબોધિત રેલી સંબોધશે
દિલ્હીઃ- દેશના તાજેતરમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ મેઘાલયમાં પણ ચૂંટણીને લઈને બીજેપી કમર કસી રહી છે જેના ભાગ રુપે તાજેતરમાં ગૃહમંત્રી શાહે ચૂંટણી સંબંધિત મુલાકાત કરી હતી ત્યારે હવે બીજેપીનું ફોકસ નાગાલેન્ડ પર જોવા મળે છે આ સંદર્ભે આજે ગૃહમંત્રી શાહ નાગાલેન્ડની મુલાકાત લેવાના છે.
જાણકારી પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ રાજ્યના પૂર્વ જિલ્લા સોમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સોમ જિલ્લામાં ભાજપના એક નેતાએ જણાવ્યું કે અમિત શાહ સોમવારે બપોરે 3.30 વાગ્યે રેલીમાં ભાગ લેશે. કહેવામાં આવ્યું છે કે રેલીમાં 10 હજારથી વધુ લોકો હાજર રહી શકે છે.આ સાથે જ શાહ મંગળવારે નાગરિક સમાજ સંગઠનોના નેતાઓ અને અલગ પૂર્વ નાગાલેન્ડની માંગ કરી રહેલા સંગઠનોના સભ્યોને મળવાના છે.