ગૃહમંત્રી અમિતશાહ ખેડુત નેતાઓ સાથે સાંજે 7 વાગ્યે કરશે બેઠક
- સાંજે 7 વાગ્યે ગૃમંત્રી અમિત શાહ ખેડુતોને મળશે
- અચાનક બોલાવી બેઠક
- આ પહેલા બુધવારે બેઠક નક્કી કરવામાં આવી હતી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, કેન્દ્ર સરકારના કૃષિને લગતા 3 કાયદાઓ પારિત થતા ખેડૂતો રોષે ભરાયા છે, જેને લઈને દિલ્હીની સરહદો પર છેલ્લા 13 દિવસથી તેઓ ખડેપગે આંદોલનમાં જોતરાયા છે.
ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે ભારત બંધનું એલાન પાળવામાં આવી રહ્યું છે,કેટલીક જગ્યાઓ એ સમર્થન મળ્યું છે તો કેટલીક જગ્યાએ નથી મળ્યું, ત્યારે હવે આજે સાંજના 7 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહએ ખેડૂતોને મળવા બોલાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે આ બેઠક અચાનક બોલાવી છે.આ બેઠક એવા સમયે બોલવાવામાં આવી છે કે જ્યારે 9 ડિસેમ્બર બુધવારના રોજ તેમની બેઠક પહેલાથી નક્કી થઈ હતી, ત્યારે હવે એક દિવસ પહેલા જ ગૃહમંત્રી ખેડુતો સાથે બેઠક કરશે.
યોજાનારી આ બેઠકમાં સિંધૂ , ટિકરી અને ગાજીપુર બોર્ડર પર અડગ બેઠેલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. રાકેશ ટિકૈતને પણ આ બેઠકમાં આમંત્રણ આપ્યું છે. રાકેશ ટિકૈતે જણાવ્યુ હતું કે, આ બાબતે મારા પર ફોન આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે મળવા માટે અમને બોલાવ્યા છે.
ગૃમંત્રી શાહ એ સવારે આ બાબતે ખેડુતોને પ્રસ્તાવ મોકલ્યો હતો
મળતી માહિતી પ્રમાણે ખેડૂત નેતાઓ સાંજે 7 વાગ્યે અમિત શાહ સાથે મુલાકાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક અનૌપચારિક મુલાકાત હશે.આજ રોજ સવારે અમિત શાહ તરફથી ખેડૂતોને આ બાબતે એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે હેઠળ કુલ 13 સભ્યો અમિત શાહ સાથે મુલાકાત કરશે.
સાહિન-