- સીએમ યોગીની જાહેરાત
- ગૃહમંત્રી શાહ આઝમગઠ ખાતે વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરશે
લખનૌઃ- વિતેલા દિવસને શનિવારના રોજ મુખ્યમંત્રી ગોરખપુરના યોગીરાજ બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં આયોજિત મંડલ પ્રમુખો અને ભાજપના ગોરખપુર પ્રદેશના વિભાગીય પ્રભારીઓની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે 13 નવેમ્બરે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવાની પણ જાહેરાત કરી હતી. બેઠકમાં ચૂંટણીનો મંત્ર આપતાં સીએમ યોગીએ કહ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને લઈને જનતાએ અવાજ ઉઠાવવો પડશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે નિષ્ઠા સાથે નિતી સાફ હોય તો નિયતી પણ નિતીને સફળ બનાવવામાં ફાળો આપે છે. અયોધ્યામાં જન્મભૂમિ પર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ તેનો પુરાવો છે. નેતૃત્વ પ્રત્યેની નિરંતર વફાદારી, સ્પષ્ટ નીતિ-આશય અને સ્થાપકોના આદર્શો અને મૂલ્યોનું સન્માન કરીને ભાજપ આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે.
બેઠક દરમિયાન સીએમ યોગીએ 30 ઓક્ટોબર 1990ના રોજ કાર સેવકો પર ચલાવવામાં આવેલી ગોળીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે 31 વર્ષ પહેલા આ દિવસે શ્રી રામ મંદિર આંદોલન દરમિયાન ઘાતકી અને બર્બર ગોળીબાર થયો હતો. દરેક નાગરિક દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી ,તે સાથે જ તેમણે અયોધ્યામાં 2017 થી શરૂ થયેલો દીપોત્સવ યાદ કર્યો હતો. જે અયોધ્યા ધામના ગૌરવને માન આપવાની સાથે મંદિર ચળવળના અમર રામ ભક્તોને શ્રદ્ધાંજલિ છે.
પીએમ મોદીના પણ પેટભરીને કર્યા વખાણ
મુખ્યમંત્રીએ કહ્યું કે 2014માં દેશની જનતાએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કર્યો હતો. આ માન્યતા 2019 માં ફરી પુનરોચ્ચાર કરવામાં આવી હતી. ભારત પ્રત્યે વિશ્વનું વલણ બદલાયું. હવે તો અશક્ય કહેવાય એવા કામો પણ થઈ રહ્યા છે.