ગૃહમંત્રી અમિત શાહે વર્લ્ડ ડેરી કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું, ‘ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ‘
- ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે
- ગૃહમંત્રી શાહે ભઆરતને લઈને મહત્વની વાત કહી
દિલ્હીઃ– તાજેતરમાં ભારતે અર્થવ્યસ્થા મામલે બ્રિટનને પાછડ પછાડ્યું છે અને ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઊભરી આવ્યું છે ત્યારે ગૃહમંત્રી મંત્રી અમિત શાહે વિતેલા દિવસને સોમવારે કહ્યું કે ભારત હવેથી થોડા વર્ષો પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને સહકારી ક્ષેત્ર પણ દેશનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
દિલ્હીને પાસેના ગ્રેટર નોઈડામાં આયોજિત વર્લ્ડ ડેરી કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ગ્રામ્ય સ્તરે બે લાખ નવી દૂધ સહકારી સંસ્થાઓની રચનામાં મદદ કરશે. .તેમણે ડેરી સેક્ટરને પ્રોફેશનલ સ્ટાઈલ, લેટેસ્ટ ટેક્નોલોજી, કોમ્પ્યુટરાઈઝેશન અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા વિનંતી કરી અને કહ્યું કે આનાથી દૂધ ઉત્પાદન વધારવામાં મદદ મળશે.
દેશની અર્થવ્યવસ્થાને લઈને પણ ગૃહમંત્રી શાહે પોતાના નિવેદનમાં ઉમેર્યું કે ડેરી ઉદ્યોગને દૂધની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા મશીનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “2014માં ભારત વિશ્વની 14મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી પરંતુ હવે તે પાંચમા સ્થાને પહોંચી ગયું છે. મને વિશ્વાસ છે કે આગામી થોડા વર્ષોમાં આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું.
અમિત શાહે જાહેરાત કરી હતી કે જૈવિક ખેતી અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ બહુવિધ સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સહકાર મંત્રીએ અમૂલની સફળતાની વાર્તા પણ શેર કરી, જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 60,000 કરોડની આસપાસ પહોંચી ગયું છે. શાહે હાઇલાઇટ કર્યું હતું કે વિશ્વમાં 40-45 ટકાની સામે દૂધની છૂટક કિંમતના 77 ટકા ખેડૂતોને આપવામાં આવે છે.
અમિત શાહે કહ્યું કે 48 વર્ષ બાદ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દેશ હવે દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર અને નિકાસકાર બન્યો છે. તેમણે ડેરી સહકારી અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોર્પોરેટ વચ્ચે તફાવતની માંગ કરી હતી.