- ગૃહમંત્રી શાહ આજે બંગાળની મુલાકાતે
- જાહેર સભાને પણ સંબોધશે
દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આજે પ્રથમ વખત દેશના ગૃહમંત્રી અનિત ષશાહ અહીની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચાયત ચૂંટણી પહેલા ફરી એકવાર બંગાળના પ્રવાસે . ઉલ્લેખનીય છે કે આ રાજ્યનું નવું વર્ષ આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહ્યું છે. તે પહેલા અમિત શાહ 14 એપ્રિલ એટલે કે શુક્રવારે જ બંગાળ આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં બીજેપી પાર્ટી કાર્યાલયનો શિલાન્યાસ કરશે અને બેનીમાધાબ સ્કૂલના મેદાનમાં જાહેર સભાને સંબોધશે.ત્યાર બાદ, બીજા દિવસે એટલે કે બાંગ્લા નવા વર્ષ પર, દક્ષિણેશ્વર મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળશે.બંગાળ ભાજપ ગૃહમંત્રીની આ બે દિવસીય મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત છે.
જો કે આ વર્ષે અમિત શાહનો આ પ્રથમ બંગાળ પ્રવાસ છે. વર્ષની શરૂઆતમાં જ તેની મુલાકાત લેવાનું આયોજન હતું પરંતુ તેને રદ કરવું પડ્યું હતું. ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે 14 એપ્રિલે તેઓ બીરભૂમના સિઉરીમાં જનસભાને સંબોધિત કરશે.અમિત શાહની અહીંની મુલાકાત અને જનસભાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે જ દિવસે રાત્રે તેઓ કોલકાતા પરત ફરશે. અહીં તેઓ પાર્ટીની કોર કમિટી સાથે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક કરશે. જેમાં પાર્ટીના તમામ જિલ્લાના અગ્રણી નેતાઓને હાજર રહેવા જણાવાયું છે.
બીજા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ, તેઓ સવારે દક્ષિણેશ્વર મંદિર પહોંચશે જ્યાં તેઓ પૂજા કરશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને અમિત શાહની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.