- ગૃહમંત્રી શાહ આજે યુપીની મુલાકાતે
- કૌશામ્બી ઉત્સવ 2023નું કરશે ઉદ્ધાટન
દિલ્હી:- દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેનાર છે, આ મુલાકાત દરમિયાન તેઓ ‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન પણ કરશે અને આઝમગઢમાં 4,567 કરોડ રુપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કેન્દ્રીય મંત્રી શાહ ત્રણ દિવસીય ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યા છે છે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ કૌશામ્બી પહોંચતા જ ગૃહમંત્રી સીએમ યોગીની સાથે કડા ધામમાં શીતલા માતાના મંદિરમાં પૂજા કરવા જશે. આ પછી, તે જિલ્લામાં શરૂ અને પૂર્ણ થઈ રહેલા રૂ. 612.94 કરોડના 117 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અને ગ્રામ સભા ફસૈયા ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
કૌશામ્બી મહોત્સવમાં ‘અપને અપને રામ’ થીમ પર આધારિત કુમાર વિશ્વાસની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં 551 યુગલોના સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.
આ સાથે જ અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે ગૃહમંત્રી શાહ આજદે બપોરે આઝમગઢના નામદારપુર ખાતે હરિહરપુર સંગીત મહાવિદ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કૌશામ્બી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
આ દરમિયાન તેઓ જિલ્લા માટે રૂ. 612.94 કરોડના ખર્ચના 117 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુરુવારે સાંજે BSF જવાનોએ અહીં બનેલા હેલિપેડનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.અને તમામ તૈયારીઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.